બીટકોઈન કૌભાંડમાં નલીન કોટડિયાના ભત્રીજા સંજયને સમન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: બીટકોઈન કૌભાંડમાં ચાલતી તપાસમાં એક પછી એક નામ બહાર આવી રહ્યા છે. હવે અમરેલીના માજી ધારાસભ્ય નલીન કોટડિયાના મુંબઈસ્થિત ભત્રીજા સંજય કોટડિયાનું  નામ આવ્યું છે. તેના  નિવેદન માટે  સીઆઈડી ક્રાઈમે સમન્સ જારી કર્યું છે.

 

 

શૈલેષ ભટ્ટના બીટકોઈન મુંબઈના સંજય કોટડિયાએ ખરીદ્યા હોવાનું મનાય છે

 

બીટકોઈન કૌભાંડમાં સુરતના વેપારી શૈલેષ ભટ્ટનું ચિલોડા પાસેથી અપહરણ કરી તેમને કેશવ ફાર્મ હાઉસમાં લઈ જઈ ધમકી આપી તેમના ભાગીદાર કિરીટ પાલડિયાના વોલેટમાંથી 12 કરોડના બીટકોઈન પડાવી લેવાયા હતા જેને વટાવવા માટે બે પોલીસ કર્મચારીઓને મુંબઈ મોકલવામાં આવ્યા હતા, બીટકોઈન વટાવી રકમ ગુજરાત લવાઈ હતી. આ બીટકોઈન મુંબઈમાં રહેતા અને અમરેલીના માજી ધારાસભ્ય નલિન કોટડિયાના ભત્રીજા સંજય કોટડિયાએ ખરીદ્યા હોવાનું કહેવાય છે. આ અંગે સીઆઈડી. ક્રાઈમ દ્વારા સંજય કોટડિયાને નિવેદન માટે સમન્સ આપવામાં આવ્યું છે. જો કે આ અંગે નલિન કોટડિયાએ પોતાની આ કેસમાં ક્યાંય કોઈ ભૂમિકા ન હોવાનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...