તપાસ / ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી રદ કરવા સુપ્રીમનો ઈન્કાર, મતગણતરીનું વીડિયો રેકોર્ડિંગ તપાસશે

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 06:12 PM
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર

  • ભૂપેન્દ્રસિંહની વિધાનસભા 2017ની ચૂંટણીમાં થયેલી જીતને હાઈકોર્ટમાં પડકારાઈ છે

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા બેઠક પરથી 327 મતે થયેલા વિજયને પડકારતી અરજીને લઈ ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની જીતને પડકારતી અરજી રદ કરવા ઈન્કાર કર્યો છે. આમ કાઉન્ટિંગ સમયના વીડિયો રેકોર્ડિંગની તપાસ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ભૂપેન્દ્રસિંહની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. રાઠોડે પોતાની અરજીમાં કહ્યું હતું કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા 429 મતોને રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા.

X
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીરભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App