Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Save the shyness of the Ahmedabad Rajpath Club

રાજપથ ક્લબનો નિર્લજ્જ બચાવ, વાલીઓ કહે છે અમારે આવો જ સ્વિમિંગ કોચ જોઈએ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 09:53 AM

કેટલાક વાલીઓ કોચની સાથે છે, તો કેટલાક વાલીઓ કોચની વિરૂદ્ધમાં છે

 • Save the shyness of the Ahmedabad Rajpath Club
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  અમદાવાદ: નિયમોના ઉલ્લંઘનનો અડ્ડો બની ગયેલી રાજપથ ક્લબ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે સાંજે રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ 12 વર્ષની બાળકીને પટ્ટાથી ફટકારતો હોવાનો વીડિયો વાઈરલ થયો. કોચ સામે કડક પગલાંને બદલે રાજપથ ક્લબ કોચના બચાવમાં ઉતરી આવી હતી. બાળકીના માતા-પિતા ઉપરાંત અન્ય વાલીઓએ કોચની વર્તણૂકને યોગ્ય ઠેરવતાં કહ્યું હતું કે, ‘અમે જ કોચને કડક હાથે કામ લેવા છુટ્ટોદોર આપ્યો હતો.’ CBSE અને ICSE બોર્ડે રવિવારે મધ્ય પ્રદેશમાં સ્વિમિંગની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી બાળકીએ પ્રેક્ટિસમાં 33ને બદલે 45 સેકન્ડમાં સ્વિમિંગ પૂરું કરતાં કોચે તેને ફટકારી હતી.

  અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોચને ક્લબમાં એન્ટ્રી નહીં

  ક્લબના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું, ‘માતાની સામે ઘટના બની હતી. તેઓએ અમને વિનંતી કરી હતી કે, કોચ સામે કાર્યવાહી ન કરશો. અમે તો કોચને સસ્પેન્ડ કરવાનો અને પોલીસ કેસ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ વાલીઓ રડતા હતા એટલે અમે મૂંઝવણમાં મૂકાયા કે કોચ સામે શું કાર્યવાહી કરવી? અંતે સસ્પેન્ડ કરવા સામે ફેરવિચારણા કરીએ છીએ. નેશનલ લેવલે બાળકોને પહોંચાડવા આવી કાર્યવાહી માટે વાલીઓની સંમતિ હોય છે. કોચનું કહેવું છે કે, વાલીઓને ગોલ્ડ મેડલ મેળવવાની જીજ્ઞાસા હોવાથી સખતાઈ કરવી પડે છે. મારા ગ્રાન્ડ સન અને ડોટરને તે જ કોચિંગ આપે છે. વાલીઓની જ એટલી વિનંતી છે કે હાર્દિક સામે કોઈ કાર્યવાહી ન થાય. આખરી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેને કલબમાં નહીં આવવા સૂચના આપી છે.’

  વધુ માહિતી માટે આગળ વાંચો... વાલીઓના દેખાવોનું સુકાન જગદીશ પટેલની પુત્રી અને જમાઈએ લીધું

 • Save the shyness of the Ahmedabad Rajpath Club
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ એ ચહેરા છે જે અત્યાચારી કોચના બચાવમાં ઊતર્યા છે

  વાલીઓના દેખાવોનું સુકાન જગદીશ પટેલની પુત્રી અને જમાઈએ લીધું

   

  રાજપથ ક્લબના પ્રમુખ જગદીશની દીકરી ધારા તથા જમાઇ રવિ પટેલની આગેવાનીમાં વાલીઓ ટોળામાં પત્રકારોને મળ્યા હતા. આ ટોળામાં બંને બાળકીના મા-બાપના હતા એવું કહેવાયું હતું પણ એમની ઓળખ સ્પષ્ટ કરાઈ ન હતી. કેટલાકે કહ્યું કે, આવી કોઇ ઘટના બની નથી. વીડિયો બાબતે તેમને કાંઇ ખબર નથી. અમારા બાળકો સ્પર્ધામાં જીતે નહીં તે માટે જ કોઇએ આવું કર્યું  છે. તેમણે હાર્દિકનો સતત બચાવ કર્યો હતો.

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... સમર્થનનો કાગળ તો ફરતો કર્યો તેમાં સહીઓ પણ આખી ન હતી

   
 • Save the shyness of the Ahmedabad Rajpath Club
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સમર્થનનો કાગળ તો ફરતો કર્યો તેમાં સહીઓ પણ આખી ન હતી

  સમર્થનનો કાગળ તો ફરતો કર્યો તેમાં સહીઓ પણ આખી ન હતી

   

  કોચના સમર્થનમાં એક પત્ર ફરતો થયો હતો પરંતુ તેમા કોઈની આખી સહીઓ ન હતી તેથી તેની સામે અનેક સવાલો ઉભા થયા છે.

  સ્વિમિંગ કોચને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો પણ વાલીઓએ તેની સામે કાર્યવાહી નહીં કરવા કહેતાં સસ્પેન્ડ કરાયો નથી: પ્રમુખ

   

  વધુ માહિતી માટે આગળ વાંચો... એ બધું જે તમે જાણવા માગો છો​

   
 • Save the shyness of the Ahmedabad Rajpath Club

  એ બધું જે તમે જાણવા માગો છો​

   

  - સંમતિ આપનારા માતા-પિતા સામે પગલાં લઈ શકાય?
  - કાયદા મુજબ સગીર બાળકીને મારવાનો કોઈને અધિકાર નથી. માતા-પિતા સંમત હોય તો પણ કોઈ પણ વ્યકિત બાળકી પર હાથ ઉપાડી શકે નહીં. 
  - આ પ્રકરણમાં કઈ-કઈ સંસ્થાઓ કાર્યવાહી કરી શકે?
  - ફરિયાદ ન થઈ હોય છતાં પણ પોલીસ પોતાની રીતે ફરિયાદ નોંધી શકે છે. આ ઉપરાંત માનવ અધિકાર પંચને પણ તપાસ કરી પગલાંની ભલામણ કરવાનો અધિકાર છે. રાજય સરકાર પણ ફરિયાદી બની શકે છે.
  - કોચિંગ આપતી સંસ્થાની જવાબદારી કેટલી ગણાય?
  - કિસ્સામાં સૌથી વધુ જવાબદારી કોચિંગ આપતી સંસ્થાની હોય છે. આ પ્રકારે અત્યાચાર કરનારા સામે જે  તે સંસ્થાએ જ ફરિયાદી બનીને દાખલો બેસે તેવા પગલાં લેવાં જોઈએ
  - આવા કિસ્સામાં કાયદાકીય જોગવાઈ શું છે?
  - હાઈકોર્ટના એડવોકેટ વિરાટ પોપટના જણાવ્યાનુસાર કોઇપણ બાળકને મારવાની કાયદાકીય પરવાનગી ન હોઇ શકે. જો આ રીતે વાલી પણ પોતાના સંતાનને માર મારવાની પરવાનગી આપે તો તેઓ પણ આરોપી બની શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ