તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેટેલાઈટ ગેંગરેપ કેસ: કોર્ટ પીડિતા સામે ફરિયાદ કરશે કે પુન: તપાસનો આદેશ આપશે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીડિતાનો ફાઈલ ફોટો - Divya Bhaskar
પીડિતાનો ફાઈલ ફોટો

અમદાવાદ: સેટેલાઇટમાં ચાલુ કારે 22 વર્ષીય યુવતી પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે કોઇ ગુનો બન્યો ના હોવા અંગેનો વિથ પ્રોસિક્યુશન બી સમરી રિપોર્ટ રજૂ કરતા નવો વળાંક આવ્યો છે. પોલીસે રજૂ કરેલો આ રિપોર્ટ જો મેટ્રો કોર્ટ ગ્રાહ્ય રાખે તો કથિત પીડિતા યુવતી આરોપી તરીકે કઠેરામાં આવી શકે છે. ફરિયાદી યુવતીએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાથી તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ કોર્ટ કાનૂની કાર્યવાહી કરી શકે છે. 


હવે શું થઈ શકે ?


* આ કેસના તપાસ અધિકારી નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મેટ્રો કોર્ટમાં કથિત પીડિતાની ફરિયાદ ખોટી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે પીડિતાને નોટિસ કાઢી 14 ડિસેમ્બરે સુનાવણી રાખી છે. ક્રિમિનલ કોર્ટના સિનિયર એડવોકેટ ભરત શાહે જણાવ્યું હતું કે, પીડિતા કોર્ટમાંથી રિપોર્ટની નકલ મેળવશે અને તેનો અભ્યાસ કર્યા બાદ પોતાનો જવાબ રજૂ કરશે. 


* જો કોર્ટ પોલીસે રજૂ કરેલી વિથ પ્રોસિક્યુશન બી સમરી રિપોર્ટ મંજૂર કરે તો ફરિયાદી યુવતી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા બદલ કાનૂની પગલા ભરશે. અને જો આવુ થાય તો ફરિયાદી કોર્ટના આવા હુકમ સામે ઉપલી કોર્ટમાંથી સ્ટે લાવી શકે છે. તેમજ સેશન્સ કોર્ટમાં મેટ્રો કોર્ટે મંજૂર કરેલા બી સમરી રિપોર્ટને પડકારી પણ શકે છે. 


* જો મેટ્રો કોર્ટ વિથ પ્રોસિક્યુશન બી સમરી રિપોર્ટ નામંજૂર કરે તો ફરિયાદીએ કોર્ટમાં રજૂ કરેલ વાંધાઓને ફરિયાદ ગણી શકે તેવો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો છે. તેમજ કોર્ટ તપાસ અધિકારીને ફરીથી તપાસ કરવાનો આદેશ કરી શકે છે.