તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત સરકારે આપ્યો યહુદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ઇઝરાયલ પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. રૂપાણીએ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ અંગે નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકાર યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા વહેલી તકે જાહેરનામુ બહાર પાડશે. ત્યાર બાદ યહુદી સમાજને લઘુમતી સમાજને મળતા વિવિધ લાભ મળશે.

 

 

થોડા સમય પહેલા યહુદી સમાજના લોકોને હુમલાની ધમકી મળી હતી, ત્યારે ખમાસા ખાતે રહેતા યહુદીઓને ત્યાં આઇટીબીપીના જવાનોને સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સાથે ઇઝરાયલના ગુજરાત અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ બન્યા છે. 

 

આગળ જુઓ રૂપાણીના ઈઝરાયેલ પ્રવાસના વધુ ફોટોઝ