ઈઝરાયેલમાં મુખ્યમંત્રીની જાહેરાત, રાજ્યમાં સ્થપાશે ચાર નવી સાયબરસેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ હાલ મુખ્યમંત્રી રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે છે. જ્યાં મુખ્યમંત્રી રૂપાણીએ પ્રવાસના ત્રીજા દિવસે ઇઝરાયેલ સાયબર ક્રાઇમ ડિટેકશન, પ્રિવેન્શન અને ગુના શોધન ક્ષેત્રે વિકસાવેલી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓના ક્ષેત્રના તજજ્ઞો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાર નવી સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.

 

(ગુજરાત સરકારે આપ્યો યહુદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો)

 

સાયબર ક્રાઈમના પડકારોને પહોંચી વળવા કર્યો વિચાર-વિમર્શ


મુખ્યમંત્રીએ ઇઝરાયલ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા વિકસાવાયેલી આ ક્ષમતાઓનો વ્યાપક વિનિયોગ ગુજરાતના સાયબર ક્રાઇમ યુનિટ્સમાં કરીને વર્તમાન વિશ્વમાં સાયબર ક્રાઇમના પડકારોને પહોંચી વળવા અને સજ્જતા કેળવવાની દિશામાં વિચાર-વિમર્શ કર્યો હતો.

 

 ઈઝરાયેલની સાયબર ક્રાઈમ ડિટેક્શનની ક્ષમતાનો કરાશે ઉપયોગ

 

મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપને નાથવા ગુજરાતે પહેલ કરીને ચાલુ વર્ષે રાજ્યમાં ચાર સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. તેમાં પણ ઇઝરાયેલની આ વિશ્વકક્ષાની શ્રેષ્ઠ સાયબર ક્રાઇમ ડિટેક્શન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવશે. 

 

આગળ જાણો મુખ્યમંત્રીએ ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન સાયબર ક્રાઈમ સંબંધિત લીધેલા નિર્ણય અંગેની વધુ વિગતો