ન્યાય / પોતાની બિલ્ડિંગમાં પાર્કિંગ ન મળતા નિવૃત્ત જજે આમરણ ઉપવાસ કરવાની મંજૂરી માગી

DivyaBhaskar.com | Updated - Jan 12, 2019, 10:05 AM
Retired Judge seeking admission of fasting in his own building
X
Retired Judge seeking admission of fasting in his own building

  • મીઠાખળીના તુલસી કોમ્પ્લેક્સમાં બિલ્ડરે પાર્કિંગમાં દુકાનો બનાવતા વાહન પાર્ક કરવા પૈસા ચૂકવવા પડે છે 

મિતેશ બ્રહ્મભટ્ટ,અમદાવાદ: 28 વર્ષ સુધી જેમણે ન્યાયતંત્રની સેવા કરી તેવા નિવૃત્ત જજ રઘુવીર ચૌધરીને આજે ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની ફરજ પડી છે. મીઠાખળી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. આ બિલ્ડિંગમાં આવેલી 25 ઓફિસ માટેના પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો અને ગોડાઉન બનાવી દીધાં છે. જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી. 

 8 વર્ષથી તંત્ર સાથે લડત કરી રહ્યા છે
1.

કોમ્પ્લેક્સના વેપારીઓને પોતાના વાહન પાર્ક કરવા કોર્પોરેશનને પૈસા ચૂકવવા પડે છે. બિલ્ડર સામે છેલ્લા 8 વર્ષથી લડી રહેલા રઘુવીર ચૌધરીને એક પણ સરકારી કચેરીમાંથી ન્યાય મળ્યો નથી. જેથી તેમણે ન્યાય માટે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની માટે પોલીસની મંજૂરી માંગી છે. 


 

બિલ્ડરે પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી
2.

આ બિલ્ડિંગ રાધે ડેવલોપર્સના બિલ્ડર આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં પાર્કિંગ અને ગોડાઉનની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો બનાવી દીધાં હતાં. જેથી રઘુવીર ચૌધરીએ તુલસી કોમ્પ્લેક્સને પાર્કિંગ પાછું અપાવવાના મુદ્દે લડત શરૂ કરી છે. છેલ્લા 8 વર્ષથી તેમણે કોર્પોરેશન, પોલીસ તેમજ શહેરી વિકાસ ખાતામાં ફરિયાદો કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. 


 

હાલ 1 કારના રૂ. 30 ચૂકવીએ છીએ
3.રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ન મળવાને કારણે અમારે કોમ્પ્લેક્સની બહાર રોડ ઉપર વાહન પાર્ક કરવા પડે છે. જે માટે એક ગાડી દીઠ રોજના રૂ.30 કોર્પોરેશનને ચૂકવવા પડે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App