Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Recommendation for the seat on black money: Allow 1cr to hold cash instead of 20 lakhs

કાળાંનાણાં અંગેની સીટની ભલામણ: 20 લાખને બદલે 1Cr રોકડ રાખવાની છૂટ આપો અને વધુ રકમ સરકારી તીજોરીમાં

Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 07:50 AM

એસઆઇટીના વડા જસ્ટિસ (નિવૃત્ત) એમ. બી. શાહે અમદાવાદમાં કહ્યું હતું કે વધુ જપ્ત રકમ સરકારી તિજોરીમાં જમા કરો

  • Recommendation for the seat on black money: Allow 1cr to hold cash instead of 20 lakhs

    અમદાવાદ: કાળાંનાણાં મામલે રચાયેલી તપાસ ટીમ સીટે રોકડ રકમ રાખવાની મર્યાદા રૂ.20 લાખથી વધારી એક કરોડ કરવાની ભલામણ સરકારને કરી છે. પહેલાં 15 અને પછીથી 20 લાખની ભલામણ પણ સીટે જ કરી હતી.

    એસઆઇટીના વડા જસ્ટિસ (નિવૃત્ત) એમ. બી. શાહે અમદાવાદમાં કહ્યું હતું કે એવી ભલામણ પણ કરાઇ છે કે જપ્તિ દરમિયાન સંબંધિત મર્યાદાથી વધુ મળેલી રકમને સરકારી તિજોરીમાં જમા કરાવવી જોઇએ. રોકડ રકમ તરીકે 15-20 લાખ રાખવાની મર્યાદા ઓછી જણાઇ ત્યારે આ ભલામણ કરાઇ છે. જસ્ટિસ શાહે કહ્યું કે ‘હાલમાં જપ્ત કરાયેલી રકમનો આંકડો જુઓ, 160 કરોડ, 177 કરોડ! આટલો મોટો આંકડો જોતા હવે અમારો મત એવો છે કે 20 લાખ રોકડની મર્યાદા કામ નહી કરે’. સરકારે સુપ્રીમકોર્ટના આદેશને પગલે 2014માં એસઆઇટીની રચના કરી હતી.


    હાલ શું નિયમ છે

    હાલના નિયમો મુજબ દોષી વ્યક્તિ 40 ટકા ઇન્કમ ટેક્સ અને દંડની ચુકવણી કરી જપ્ત રકમ પરત મેળવી શકે છે. તાજેતરમાં ચેન્નાઇમાંથી 163 કરોડની રોકડ, સોનું-ચાંદી જપ્ત કરાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending