અ'વાદની રાજપથ ક્લબના સ્વિમિંગ કોચે મર્યાદા ઓળંગી, બે યુવતીઓને પટ્ટાથી ફટકારી

સ્વિમિંગ પૂલ પાસે કોચ કહે છે, અહીં આવ નહીં તો મારીશ એક લાત તને સીધી ઊભી રહે

DivyaBhaskar.com | Updated - Sep 14, 2018, 07:46 PM

અમદાવાદ: શહેરની ફાઈવ સ્ટાર ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ આ વીડિયો ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે ક્લબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે.

વીડિયો રેકોર્ડ ઓડિયોમાં શું સંભળાય છે

સ્વિમિંગ પૂલ પાસે કોચ કહે છે, અહીં આવ નહીં તો મારીશ એક લાત તને
સીધી ઊભી રહે
અહીં આવ, નહીં તો લાત મારીશ, સીધી જઈશ પાણીમાં
અહીં આવ

રાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. બે યુવતીઓને કોચે પટ્ટા વડે ફટકારી હોવાના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે. અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધુ નિહાળી રહી છે. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યો પણ કોઈ એક્શન લે તે માટે ચિંતા કરી રહ્યા છે.

rajpath club swimming coach assault two young girl in ahmedabad

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App