તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીવ મોદી અને મોનિકા મોદીના લગ્નજીવનનો આખરે અંત, રૂ. 200 કરોડના વળતર સાથે છુટાછેડાની અરજી ફાઇલ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ:  કેડિલાના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા મોદીએ સંમતિથી 26 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. શનિવારે ફેમિલી કોર્ટમાં થયેલી અરજી મુજબ રાજીવ પત્ની મોનિકાને રૂ.200 કરોડ આપશે.  કેડિલા ફાર્માસ્યુટિકલ ચેરમેન રાજીવ મોદી અને મોનિકા 18 જાન્યુઆરી 1992ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા હતા. શનિવારે આશ્રમ રોડ પાસેની ફેમિલી કોર્ટમાં દંપતી પોતાના વકીલોના કાફલા સાથે પહોંચી પરસ્પર સમજૂતિથી રૂ. 200 કરોડના વળતર સાથે છૂટાછેડાની 18 પાનાની અરજી ફાઇલ કરી હતી.

 

રાજીવ મોદી મોનિકાને વળતર તરીકે રૂ.200 કરોડની રકમ તેમના દ્વારા નિમાયેલા બે એસ્ક્રો એજન્ટના ખાતામાં શનિવારે જ ટ્રાન્સફર કરી દેવાયા હતા. જે 15થી 20 દિવસની પ્રક્રિયા બાદ છૂટાછેડા થતાની સાથે જ મોનિકાને આપી દેવાશે. તેમનો 17 વર્ષનો દીકરો પિતા રાજીવ મોદી પાસે રહેશે. મોનિકાને રાજીવની કંપની કે અન્ય કોઇ મિલકતમાં ભાગ અપાયો નથી. બે મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.