વરસાદનો બીજો રાઉન્ડ શરૂ: 8 ઓગસ્ટ પછી અમદાવાદમાં ધોધમાર પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: 10 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થતાની સાથે વલસાડ જિલ્લાના કપરાડામાં 4 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તથા સાપુતારામાં 7 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દરમિયાનમાં આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. 

 

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ શરૂ: ‘તારક મહેતા’ફેમ જેઠાલાલ, બાઘા અને નટુકાકા રહ્યાં હાજર


સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું
આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે 8મી ઓગસ્ટથી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. 

 

PM મોદી 23 ઓગસ્ટે ગુજરાત આવશે, જૂનાગઢથી ધરમપુરના કાર્યક્રમોમાં આપશે હાજરી


ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફરીથી વરસાદ
હાલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે, પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેસર સક્રિય થશે, જેથી 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટથી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....