તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદઃ ફરજ પર રેલવે કર્મચારીનો દારૂ પીતો વીડિયો વાઈરલ થતાં સસ્પેન્ડ | Railway Employee Drops Alcohol On Duty Suspended

અમદાવાદઃ ફરજ પર રેલવે કર્મચારીનો દારૂ પીતો વીડિયો વાઈરલ થતાં સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલ લગેજ બુકિંગ ઓફિસનો કર્મચારી ફરજ પર જાહેરમાં દારૂ પીતો હોવાનો વીડિયો વાઈરલ થતાં સ્ટેશન પર તેમજ ડીઆરએમ ઓફિસમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોની જાણ થતાં ઉચ્ચ  અધિકારીઓએ તત્કાલ અસરથી વીડિયોમાં દેખાતા કર્મચારીને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલ ગૂડ્સ ઓફિસમાં ફરજ બજાવતા રામબરન નામનો કર્મચારી પોતાની ખુરશી નીચે દારૂની બોટલ મૂકી ગ્લાસમાં ભરે છે અને પછી તેમાં પાણી મિલાવી પીવે છે. દારૂ પીધા પછી આ કર્મચારી પોતાની ખુરશી દીવાલ પાસે ખેંચી તેમાં જ સૂઈ જાય છે. આ ઘટનાને દર્શાવતા બે વીડિયો બુધવારે બપોર બાદ વાઈરલ થયો હતો. ઘટના બાદ અધિકારીઓએ દારૂ પીવાની ઘટનાનો વીડિયો આજનો છે કે અગાઉનો તે અંગે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ વીડિયો લગભગ દોઢ વર્ષ જૂનો હોવાનું કેટલાક કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...