રાહુલ ગાંધી બે દિવસમાં હાર્દિક પટેલની મુલાકાત લે એવી શક્યતા, તૈયારીઓ શરૂ

રાહુલના આગમનને લઈ ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીએ તૈયારીઓ પણ કરવામાં આવી

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:52 PM
rahul gandhi will meet to hardik patel who is on hunger strike since 25 august


અમદાવાદઃ ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મુદ્દે 16 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે દેશભરના નેતાઓ આવી રહ્યા છે. પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા, સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહા બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી બે દિવસમાં હાર્દિકને મળવા આવે એવી સંભાવના છે. આ મુલાકાતને પગલે હાર્દિકના ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાહુલ ગાંધી છે ખૂબ ધીમાઃ હાર્દિક

25 ઓગસ્ટના રોજ ઉપવાસ પર ઉતરતા પહેલા હાર્દિક પટેલે એક જાણીતા ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી ખૂબ ધીમા છે અને તેમણે પોતાની કાર્ય પધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે. હાર્દિકના મતે કોંગ્રેસમાં કેટલાક રાજ્યોમાં જૂથબંધી છે, અનેક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે, એવા લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો હતો.

ફેબ્રુઆરીમાં હાર્દિકે કહ્યું હતું-મને રાહુલ ગાંધી ગમે છે પણ તે મારા નેતા નથી

ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધી માટે અને તેમની સાથે જોરદાર ચૂંટણી પ્રચાર કરનાર હાર્દિક પટેલે ગત ફેબ્રુઆરી માસમાં એક નિવેદન આપતા કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી મારા નેતા નથી. વ્યક્તિગત સ્તરે હું રાહુલ ગાંધીને પસંદ કરું છું. પરંતુ તેમને નેતા નથી માનતો કેમ કે તેઓ મારા નેતા નથી'.

(હાર્દિકને હોસ્પિટલમાંથી મળી રજા, ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીમાં પહોંચશે)

X
rahul gandhi will meet to hardik patel who is on hunger strike since 25 august
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App