રાજીનામું / મેવાણી વિવાદ મુદ્દે હેમંતકુમારનું H.K. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું

DivyaBhaskar.com | Updated - Feb 12, 2019, 12:00 AM
Principal was resigns of H K Arts Collage Ahmadabad
X
Principal was resigns of H K Arts Collage Ahmadabad

  • આચાર્યએ રાજીનામામાં લખ્યું વિદ્યાર્થી નેતાઓના પ્રેસરથી ટ્રસ્ટીઓએ વાર્ષિકોત્સવ રદ કરવાં કહ્યું
  • જિજ્ઞેશ મેવાણીને પૂર્વ વિદ્યાર્થીના નાતે આમંત્રિત કર્યો હતો
     

અમદાવાદઃ એચ. કે. આર્ટસ કોલેજના વાર્ષિકોત્સવમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટ તરીકે તરીકે આમંત્રણની સામે ગુજરાત યુનિવર્સિટીના ભાજપના નેતાઓ વનરાજસિંહ ચાવડા અને ધીરજ રાઠોડની વિરોધ પ્રદર્શનની ધમકીના પગલે ટ્રસ્ટીઓએ હોલ આપવાની ના  પાડતા વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ પડી હતી. અંતે કોલેજના ઈન્ચાર્જ  પ્રિન્સિપાલ હેમંતકુમાર શાહ અને વાઈસ પ્રિન્સિપાલે માત્ર 100 દિવસમાં રાજીનામું ધરી દીધું હતું. આ રાજીનામું કોલેજના આચાર્ય(Principal)નું નથી પણ સ્વતંત્રતા અને નીડરતાના સિદ્ધાંત (Principle)નું છે. કાર્યક્રમને ખોરવી નાખવાની વિદ્યાર્થી નેતાઓની ધમકીને વશ થઈને એચ.કે. આર્ટસ કોલેજના ટ્રસ્ટી નીડરતાની પરીક્ષામાં ફૂલ્લી ફેલ થઈ ગયા છે.

એચ.કે. કોલેજમાંથી ‘પ્રિન્સિપલ’નું રાજીનામું

15 અધ્યાપકોએ ટ્રસ્ટીઓના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
1.એચ કે આર્ટસ કોલેજમાં રવિવારે મળેલી અધ્યાપકોની બેઠકમાં કોલેજના ટ્રસ્ટીઓએ વાર્ષિકોત્સવ માટે હોલ ન આપવાની જાણ કરી હતી. ઉપસ્થિત 18 અધ્યાપકોમાંથી પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ તેમજ એક અધ્યાપકને બાદ કરતા તમામ 15 અધ્યાપકોએ ટ્રસ્ટીઓના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.આ બાબત પણ હેમંત કુમાર શાહના પ્રિન્સિપાલ તરીકેના રાજીનામા માટે જવાબદાર મનાય છે.
મારી અંદરથી આવતો મક્કમ અવાજ મને કોલેજના આચાર્યપદે રહેવાની ના પાડે છે: હેમંત શાહ
2.ટ્રસ્ટીઓએ બાહ્ય રાજકીય માહોલ જોતાં હોલ માટે પરવાનગી આપી ન હતી. પરંતુ આ માહોલ કેવો છે તે વિશે કશું જણાવ્યું નથી. સ્પષ્ટ છે કે, હાલનો રાજકીય માહોલ બંધારણમાં વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારીઓનું ગળુ દબાવવાનો છે અને તેને સત્તાકીય સમર્થન મળતું રહ્યું છે. 
3.જિજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવાય તો કાર્યક્રમમાં ધમાલ કરવાની વિદ્યાર્થી નેતાઓેની ધમકીથી ભયભીત થઈને ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમ માટે સભાગૃહ નહીં આપવા નિર્ણય કર્યો. 
4.ભૂતકાળમાં કોલેજના અનેક કાર્યક્રમમાં ઘણા રાજકીય નેતાને બોલાવાયા હતા. તેથી જિજ્ઞેશ મેવાણીને કાર્યક્રમમાં બોલાવીને મેં કોઈ ખોટો નિર્ણય લીધો નથી. પરંતુ ટ્રસ્ટીઓનો નિર્ણય બિનલોકશાહી વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોનું નિકંદન કાઢનારો છે. 
5.વિખ્યાત નોબેલ ઈનામ વિજેતા ફ્રેડિક વોન હાયેક એમ કહે છે કે, ભય અને લાલચમાંથી બહાર આવીએ તો જ સ્વતંત્રતા ટકી શકે. કોલેજનું આચાર્યપદ ટ્રસ્ટીઓના આગ્રહથી મેં સ્વીકાર્યું ત્યારે મારી એવી ધારણા હતી કે, આટલા પ્રતિષ્ઠિત ટ્રસ્ટીઓ મને ભય વિના કામ કરવામાં જરૂર સહાયરૂપ થશે. 
6.બીજા એક નોબેલ વિજેતા જ્યાં પોલ સાર્ત્રનું માનવું છે કે માનવી સંસ્થાઓનો ગુલામ બન્યો છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે, આ જગતમાં હું એક જ ત્રાસવાદીને સ્વીકારું છું અને તે છે મારી અંદરથી આવતો મક્કમ અવાજ. આ અવાજ મને હવે આચાર્યપદે રહેવા ના પાડે છે. (હેમંત શાહના પત્રના અંશો)
હોલ ન ફાળવવાનો નિર્ણય બહોળા હિતમાં હતો, અમારા પર કોઈનું દબાણ ન હતું
7.કોઇપણ શૈક્ષણિક સંસ્થાનો માહોલ ન બગડે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા નાછૂટકે છેલ્લે હોલ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પણ અમારી સામે વિવિધ રજૂઆત આવી હતી. અમારી સંસ્થામાં કોઇ અનિચ્છનિય ઘટના  બને તે અમે ક્યારેય ઈચ્છતા નથી. આ નિર્ણય માટે ટ્રસ્ટી મંડળ પર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું. ટૂંકા સમયમાં ટ્રસ્ટી મંડળ સામે આ પ્રશ્ન ઉભો થયો હોય ત્યારે બહોળા હિતમાં કોઇનો વિરોધ કે ફેવર કરતો નહીં, પરંતુ કંઇક સારંુ બની શકે તે માટેનો નિર્ણય છે. પ્રિન્સિપાલનું રાજીનામુ ટ્રસ્ટી મંડળને મોકલાશે. ટ્રસ્ટી મંડળ જ આખરી નિર્ણય લેશે.  - અમરીશ શાહ, ટ્રસ્ટના સેક્રેટરી
એલ્યુમની એસોસિએશનનો વિરોધ હતો
8.આ સમગ્ર મુદ્દે ટ્રસ્ટીઓને બહુ મોડા જાણ થઇ હતી. પરંતુ કાર્યક્રમને લઇને એલ્યુમની એસોસિએશને વિરોધ દાખવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને કોલેજમાં કોઇ અઘટિત ઘટના ન બને તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા હોલ ન આપવાનો નિર્ણય લીધો. જો આચાર્યએ પોતાના નિર્ણયની જાણ પહેલા કરી હોય અથવા ટ્રસ્ટી મંડળને પોતાના રાજીનામા વિશે જાણ કરી હોત, વિચારવિમર્શ કર્યો હોત તો ચોક્કસ કોઇ ઉકેલ આવી શકત, આ નિર્ણય લેવાને લઇને ટ્રસ્ટ પર કોઇપણ પ્રકારનું પ્રેશર ન હતું. - કુમારપાળ દેસાઇ, ટ્રસ્ટના ઉપપ્રમુખ
ભાજપના નેતા નહીં પૂર્વ વિદ્યાર્થી તરીકે રજૂઆત
9.જેએનયુમાં ઉમર ખાલિદ, કન્હૈયા કુમાર જેવા દેશ વિરોધી તત્ત્વોને જિજ્ઞેશ મેવાણી સમર્થન કરે છે. અમે ભાજપના નેતા તરીકે નહીં પરંતુ એચ.કે. આર્ટ્સના પૂર્વ વિદ્યાર્થી તરીકે કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરી હતી. - ડો. વનરાજસિંહ ચાવડા, ભાજપ સમર્થિત પૂર્વ સિન્ડિકેટ સભ્ય
મેવાણીની વિચારધારા ડાબેરી હોવાથી વિરોધ કર્યો
10.જિજ્ઞેશ મેવાણી ડાબેરી વિચારધારા સાથે લોહિયાળ ક્રાન્તિમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ ભારતની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની ઉપસ્થિતિથી કોલેજનું વાતાવરણ ડહોળાય નહીં તે માટે રજૂઆત કરી હતી. - ધીરજ રાઠોડ, ભાજપ સમર્થિત પૂર્વ સિન્ડિકેટ સભ્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App