અમદાવાદનો પ્રયાગ પોલેન્ડમાં ગરબા રમવા ગયો, અને સવારે બસ સ્ટેન્ડ પરથી બેભાન મળ્યો

અમદાવાદના યુવાનનુ પોલેન્ડમાં મોત: વિદેશ મંત્રીને ટ્વિટ કરાયા પરંતુ મૃતદેહ નથી મળ્યો

DivyaBhaskar.com | Updated - Nov 07, 2018, 04:06 PM
Prayag Mehta Want For Garba, & Next Day Caught In Unconscious Condition

અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો પ્રયાગ આર્કિટેક્ટ એન્જીનિયરીંગ કરવા માટે પોલેન્ડ ગયો હતો. 20 વર્ષનો યુવાન પોલેન્ડમાં કોઇ ગરબા કાર્યક્રમમાં ગયો પરંતુ તે બીજા દિવસે બસ સ્ટેન્ડ પરથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ વાતની જાણ તેની સાથે રહેતા કોઇ પણ મિત્રને ન હતી. જેથી તેમણે પોલીસને જાણ કરી તો પ્રયાગ હોસ્પિટલમાં આઇસીસીયુમાં દાખલ હતો. તેના પિતા તાત્કાલિક પોલેન્ડ પહોચ્યા જ્યાં પ્રયાગની સ્થિતિ નાજુક હતી.

વિદેશમંત્રીને ટ્વિટ કર્યું પણ કોઈ જવાબ મદદ મળી નથી

પ્રયાગને શું થયું અને તે કઇ હાલતમાં ત્યા લાવવામાં આવ્યો તે વિશે કઇ જાણવા મળ્યું નથી. આખરે પ્રયાગનું મૃત્યું થતા તેના પરિવારજનો શોક મગ્ન થઇ ગયા છે. આ બનાવ બાદ પ્રયાગના મૃતદેહને અમદાવાદ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોલેન્ડ તરફથી કોઇ મદદ ન મળતી હોવાનુ જાણવા મળ્યું છે. આ સંદર્ભે પ્રયાગના પરિવારજનોએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ત્રણ વખત ટ્વિટ કર્યુ છે છતા હજી સુધી કોઇ મદદ મળી નથી.

એન્જીનિયર બનવા પોલેન્ડમાં એડમિશન લીધુ

આ અંગે પ્રયાગના નજીકના સ્વજન સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે પ્રયાગ ખુબ જ ઉત્સાહી યુવક હતો. તેના પિતા અમદાવાદમાં સિવીલ એન્જીનિયર છે જ્યારે તેની બહેન એમએસસી કરે છે. અમદાવાદમાં ધોરણ 12 પાસ કર્યા બાદ પ્રયાગને એન્જીનિયર બનવુ હતુ જેથી તેણે પોલેન્ડમાં એડમિશન લીધુ હતુ. તેના બે દિવસ સુધી સંપર્ક ન થતા તેના પરિવારનો ચિંતા થઇ રહી હતી. આખરે તેના મિત્રોએ ત્યાં પોલીસને જાણ કરતા પ્રયાગ હોસ્પિટલમાં આઇસીસીસયુમાં દાખલ હોવાનુ જાણવા મળ્યું હતું.

મૃતદેહ ભારત લાવવા પ્રયાસ ચાલુ


પ્રયાગના પિતા તાત્કાલિક વિઝા મેળવીને પોલેન્ડ પહોંચ્યા હતા. જ્યાં દિવસમાં એક કલાક તેમને મળવા દેતા હતા. પરંતુ તેને શું થયુ છે તેની કોઇ માહિતી હજૂ સુધી મળી નથી. પ્રયાગનું સારવાર દરમિયાન મોત થતા તેના મૃતદેહને ભારત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પોલેન્ડ તરફથી કોઇ મદદ મળતી નથી. આ સંદર્ભે તેમના પરિવારજનોએ એમ્બેસીમાં ઇમેઇલ કર્યા છે તેની સાથે કેટલાક ટ્વીટ પણ કર્યા છે. પરંતુ કંઇ મદદ મળી નથી. આ સંદર્ભે પ્રયાગના પરિવારજનો કેટલાક સાંસદ, સીએમ ઓફીસ તેમજ સ્થાનિક ભારતીય એમ્બેસીને પણ રજુઆત કરી ચૂક્યા છે.

X
Prayag Mehta Want For Garba, & Next Day Caught In Unconscious Condition
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App