રાજીનામું / પક્ષ પલટો કરનારા પ્રવીણ પટેલનું ગાંધીનગરના મેયર અને સભ્યપદેથી રાજીનામું

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 11:40 PM
પ્રવીણ પટેલની ફાઈલ તસવીર
પ્રવીણ પટેલની ફાઈલ તસવીર
X
પ્રવીણ પટેલની ફાઈલ તસવીરપ્રવીણ પટેલની ફાઈલ તસવીર

  • કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં ભળી મનપાના મેયર બન્યા હતા
  • પક્ષાંતરધારાનો ચુકાદો આવે તે પહેલાં જ પટેલે રાજીનામું આપ્યું

ગાંધીનગરઃ પક્ષાંતરધારાના ભંગનો સામનો કરી રહેલા પ્રવીણ પટેલે ગુરવારે મેયર પદની સાથે કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે. પટેલે બપોરે 3 વાગ્યે મ્યુનિ. કમિશનર રતનકંવર ચારણ ગઢવીને રાજીનામું આપ્યા પછી કહ્યું હતુ કે, રાજીનામું આપવા પાછળ કોઈ રાજકીય દબાણ નથી.  અંગત કારણથી રાજીનામું આપ્યું છે. આ સાથે ગાંધીનગર મહાપાલિકમાં હવે ભાજપના 16 અને કોંગ્રેસના 15 સભ્ય રહ્યા છે.

રાજીનામાથી ગુનો માફ ના થાય: વિપક્ષ
1.વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું કે પ્રવીણ પટેલે મેયર પદ પરથી અને કોર્પોરેટર તરીકે રાજીનામું આપી દીધું છે. પરંતુ તેના કારણે તેમણે કરેલા પક્ષાંતર કરવાનો ગુનો તો માફ થતો નથી. હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને છેલ્લે સુધી આ મુદ્દે લડત આપવાના છીએ
આંતરિક રાજકારણ નથી: મહાનગર પ્રમુખ
2.ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે મહાપાલિકાના સભ્ય અને મેયર પદ્દેથી પ્રવિણભાઇ પટેલે રાજીનામુ આપ્યું તે તેમની અંગત મરજી છે. તેમાં કોઇ આંતરિક રાજકારણ કે જુથબંધીની વાત નથી. ભાજપે તેમને સન્માન આપ્યું જ છે અને મોટા બનાવ્યા છે.
રાજીનામું આપવા દબાણ થતું હોવાની ચર્ચા
3.નવા મેયરની ચૂંટણીને પડકારાયા પછી પ્રવિણભાઇ પટેલ પાસે પક્ષાંતરનો કેસ ઝડપી ચલાવવાની માગણી કરતી એફીડેવીટ બે વખત કરાવવામાં આવી હતી. અને હજુ ત્રીજી વખત આવી અરજી હાઇકોર્ટમાં કરવા તેમના પર દબાણ કરવા કારણે તેમણે રાજીનામુ આપ્યાની સંગઠનમાં ચર્ચા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App