પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે બીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. 
પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે  માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ શાંતિલાલ પટેલ હતું. તેઓ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા અને રસ્તામાં શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળતા સાધુ જીવન તરફ વળી ગયા હતા.

 

1929માં શાળા પ્રવેશ 

 

બાપાને 16 મે 1929ના રોજ ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડવામાં આવ્યા હતા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. વર્ગમાં ભણીને નંબર લાવવામાં સ્પર્ધા થતીને તેઓ હંમેશાં પ્રથમ -દ્બિતિય ક્રમાંકે વર્ગમાં રહેતા.

 

સાયકલ ચલાવી જતા સ્કૂલ

 

એકથી પાંચ ધોરણ બાદ, તેમણે છઠ્ઠા ધોરણ માટે ,પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. મિત્રો સાથે છ કિ.મી. સાયકલ લઈ, ઉબડ-ખાબડ રસ્તે, વરસાદના અંતરાયો વચ્ચે પણ અભ્યાસ માટે નિયમિત જતા હતા. તેમને માતાએ બનાવેલા  ઢેબરાં,વડાં, ગળી પૂરી અને અથાણું ખૂબ ભાવતા હતા.

 

અદ્યાત્મ સાથે વિવિધ રમતોમાં પણ ખૂબ રસ લેતા

 

શાળાના સમય  પછી કે રજાઓમાં ગામના તળાવે તરવા જવું, ત્રણ મિંદિરો એવા સત્યનારાયણ, સ્વામીનારાયણ અને હનુમાન ગઢીએ દર્શન કરવાં, હનુમાન ગઢીના મહરાજશ્રી હરિદાસજી પાસે બેસી, શાંતિથી રસપૂર્વક હરિદ્વાર ને ઋષિકેશ તીર્થોની ને ભગવાન રામ કૃષ્ણની વાતો સાંભળવી, એ સહજ બાળક્રમ હતો. તેમને ભજન ગાવાનો ખૂબ જ શોખ એટલે ગામની ભજન મંડળીમાં જોડાઈ ને ગાતા અને કરતાલ પણ વગાડતા હતા. રમતો રમવાના પણ એટલા જ શોખીન હતા. તેઓ દેશી ગેડી-દડા રમવા ઘરેથી છાના-માના પહોંચી જતાને ક્રિકેટ માટે મોંઘાં સાધનો પણ લાવવા ભેગા મળી આયોજન કરતા. હતા.

 

(અમદાવાદમાં આજે પણ ડિમોલિશન, મેઘાણીનગરમાં MLAની ઓફિસ બહારનું દબાણ હટાવાયું)

 

એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. ભગવાન સ્વામીનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.

 

આગળ જાણો પ્રમુખ સ્વામી મહારાજની અજાણી વાતો