તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં 96 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાયું નવું લો-પ્રેશર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ:  મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 96 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની વકી છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. આમ આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે.

અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ, સિઝનમાં હજુ 28 ઈંચની ઘટ 

અમદાવાદ શહેરમાં રવિવાર સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી સતત વરસાદ પડયો હતો. શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ નવા પશ્ચિમ ઝોનમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે વિસ્તાર પ્રમાણે સૌથી વધુ વરસાદ ગોતા અને મેમ્કોમાં એક ઈંચ પડયો હતો. વરસાદની સિઝન દરમિયાન શહેરમાં અત્યારસુધી 14 ઈંચ વરસાદ પડયો છે. એટલે હજુ 28 ઈંચની ઘટ છે. 

 

સારંગપુર રેલવે ફ્લાય ઓવરબ્રિજ પર પડ્યો ભૂવો, AMC અને રેલવેનો એક પણ અધિકારી તપાસ માટે ફરક્યો નહીં

યુવકે સગીરાને ધાબા પર બોલાવી શારિરીક અડપલા કર્યા, અમદાવાદ આવી દુષ્કર્મ આચર્યું