પોન્ઝી સ્કીમ/ પોલીસ કહે છે ભાર્ગવી કશું બોલતી જ નથી, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સ્વપ્નીલ રાજપૂતની સંસ્થાના 500 લોકોએ વિનય શાહની કંપનીમાં રોકાણ કર્યું હતું: હરેશ દુધાત, SP

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 04:31 PM
સ્વપ્નીલ રાજપુત અને ભાર્ગવી વચ્ચે વાતચીત થતી હતી- CID ક્રાઈમ
સ્વપ્નીલ રાજપુત અને ભાર્ગવી વચ્ચે વાતચીત થતી હતી- CID ક્રાઈમ

* સીઆઈડી હવે ભાર્ગવી પાસેથી તમામ ઓડિયો ક્લિપ કબ્જે કરીને એફએસએલમાં મોકલશે

* ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીતની સીઆઈડી ક્રાઈમ આગળની તપાસ કરશે


* સ્વપ્નીલે ભાર્ગવી અને વિનય શાહને શું મદદ કરી હતી તે અંગે પણ ખુલાસા થશે


અમદાવાદ: એકના ડબલ કરવાનું કહી 260 કરોડનું કૌભાંડ કરનાર વિનય શાહની પત્ની ભાર્ગવીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. સીઆઈડી ક્રાઈમે 25 મુદ્દાને લઈ ભાર્ગવીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીઆઈડીએ કરેલી પુછપરછમાં સામે આવ્યું હતું કે ભાજપના નેતા સુરેન્દ્ર રાજપુતના પુત્ર સ્વપ્નીલ અને ભાર્ગવી વચ્ચે કંપનીમાં રોકાણને લઈ વાત ચાલતી હતી. હવે સીઆઈડી તેમની વાતચીતના ઓડિયો ક્લિપ કબ્જે કરીને FSLમાં મોકલશે. કંપનીમાં રોકાણમાં સ્વપ્નીલ રાજપુતની શું ભુમિકા હતી તે દિશામાં પણ તપાસ કરાશે.

ભાર્ગવી કશું બોલતી જ નથી: પોલીસ


- નેપાળમાં વિનય સાથે ઝડપાયેલી યુવતી વિશે ભાર્ગવી કઈ જાણતી નથી

- પોલીસે ભાર્ગવી શાહના બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા
- ભાર્ગવી અત્યારે બે કંપનીમાં ભાગીદાર
- 570 લોકોના અત્યાર સુધી નિવેદનો લેવાયા
- ભાર્ગવી શાહ એક વખત દિલ્લી પણ ગઈ હતી

- ભાર્ગવી અને વિનય અલગ અલગ ફરાર થયા હતા

- 25 મુદ્દાને લઈ ભાર્ગવીના રિમાન્ડ માંગ્યા હતા

X
સ્વપ્નીલ રાજપુત અને ભાર્ગવી વચ્ચે વાતચીત થતી હતી- CID ક્રાઈમસ્વપ્નીલ રાજપુત અને ભાર્ગવી વચ્ચે વાતચીત થતી હતી- CID ક્રાઈમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App