સીરિયલ કિલર / અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સીરિયલ કિલર શિકારની શોધમાં, CCTVના આધારે પોલીસ પેટ્રોલિંગ શરૂ

Police start patrolling between Ahmadabad and gandhinagar

  • શકમંદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
  • સીરિયલ કિલર રાની નામનો વ્યડંળ હોવાની શંકા
  • સીરિયલ કિલરે ગાંધીનગરમાં 4 મહિનામાં 3 હત્યા કરી હતી
  • 60 લોકોની ટીમ સીરિયલ કિલરની શોધખોળમાં

DivyaBhaskar.com

Feb 12, 2019, 12:43 PM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં ત્રણ-ત્રણ હત્યા કરનાર સીરિયલ કિલર હજૂ પોલીસની પકડથી દુર છે. પોલીસે મેળવેલા સીસીટીવીમાં એક શંકમદ વ્યક્તિ દેખાય છે, આ તે જ વ્યક્તિ છે જેનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સીરિયલ કિલર અમદાવાદ-ગાંધીનગરમાં નવા શિકારની શોધમાં છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વહેલી સવારથી જ પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે.

ચોથી હત્યા રોકવા પોલીસ સક્રિય: સીરિયલ કિલરને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. ત્યારે હવે ગાંધીનગર પોલીસે ચોથી હત્યા ન થાય તે માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે. આરોપીને પકડવા હવે સમગ્ર જિલ્લાની મળી 60 લોકોની ટીમ બનાવી છે. આ ટીમ ગાંધીનગર અને અમદાવાદમાં સીરિયલ કિલરની તપાસ કરી રહી છે.

સીરિયલ કિલર 'રાની' નામનો વ્યંઢળ ! જ્યારે પોલીસે અમદાવાદ ગાંધીનગર હાઈવેની આસપાસના ટોલટેકસ ઉપર પૈસા માંગી રહેલા વ્યંઢળોને આ સ્કેચ બતાવ્યો ત્યારે વ્યંઢળોએ તુરંત તેને ઓળખી લઈ કહ્યું કે આ તો રાની નામનો વ્યંઢળ છે અને તે અગાઉ તેમનો સાથીદાર હતો. જે અગાઉ તેમની સાથે પૈસા માગવા ટોલટેકસ ઉપર આવતો હતો પણ છેલ્લાં છ મહિનાથી તે લાપત્તા છે. પોલીસને જાણકારી મળી કે ટોલટેકસ ઉપર પૈસા ઉઘરાવવા માટે જતા આ વ્યંઢળો તપોવન સર્કલ પાસે આવેલા અગોરામોલમાં મેકઅપ કરાવવા માટે આવતા હતા, પોલીસે ત્યાં જઈને ખાતરી કરતા મેકઅપ કરનારે પણ રાનીને ઓળખી બતાવ્યો હતો.

X
Police start patrolling between Ahmadabad and gandhinagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી