LRD પેપર લીક: પોલીસ ફીફાં ખાંડે છે કે જાણી જોઈ માહિતી છૂપાવે છે?, અનેક સવાલો અનુત્તર

ગેંગ અને પરીક્ષાર્થીઓ વચ્ચે મધ્યસ્થી કરનારા વચેટિયાઓ કોણ એ સવાલોના જવાબ સ્પષ્ટ થતાં નથી

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 07:26 PM
ડાબેથી પેપર લીક કેસના આરોપીઓ ઈ
ડાબેથી પેપર લીક કેસના આરોપીઓ ઈ

* રૂ. 5 લાખમાં પેપર ખરીદવામાં આવ્યું હતું તો પછી ઉમેદવારોને દિલ્હી જઈને ફૂટેલું પેપર કેમ વંચાવ્યું?


* રૂપલ શર્માએ PSI બોરાણાને વ્હોટ્સએપ કરેલા પેપર પર સાચા જવાબ કોણે ટીક કર્યા હતા?


* પેપર જ્યાં છપાયું એ પ્રેસનું નામ, સ્થળ જાહેર કેમ કરાતું નથી? પેપર ત્યાં છપાવાનું હતું તેની માહિતી કોને કોને હતી?

અમદાવાદઃ લોકરક્ષક દળની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના મામલે પોલીસ ચોથા દિવસે પણ હજુ સુધી મુખ્ય કાવતરાખોરો સુધી પહોંચી શકી નથી. ફૂટેલું પેપર ખરીદીને પરીક્ષા પાસ કરવા ધારતાં ઉમેદવારો પોલીસના હાથે પકડાયા છે પરંતુ ક્યાંથી પ્રશ્નપત્ર લીક થયું, કોણે લીક કર્યું, દિલ્હીની ગેંગ એટલે કોણ, ગુજરાતની પરીક્ષાના પેપર દિલ્હીની ગેંગ કેવી રીતે ફોડી શકી, ગેંગ અને પરીક્ષાર્થીઓ વચ્ચે મધ્યસ્થી કરનારા વચેટિયાઓ કોણ એ સવાલોના જવાબ સ્પષ્ટ થતાં નથી. અત્યાર સુધી પોલીસ જે માહિતી આપી રહી છે તેમાં અનેક સવાલો હજુ ય અનુત્તર જણાય છે.

(LRD પેપર લીક: પોલીસને ઈન્દ્રવદનની વોટ્સએપ ચેટમાં દિલ્હીની ગેંગની કડી મળી)

પોલીસે જાહેર કર્યા મુજબઃ

દિલ્હી ગયેલા યશપાલ સહિતના ઉમેદવારોને પેપર ફોડનાર ગેંગે પેપર વાંચવા આપ્યું હતું અને ઉમેદવારોએ ફૂટેલું પેપર વાંચવામાં વાર લગાડી તો 'તૈયાર પેપર વાંચવામાં આટલી વાર ન લાગે' એવી ટકોર પણ કરી હતી.

(LRD પેપર લીક: DGP-ATS એસપી સહિત 140 પોલીસ કર્મીની 17 ટીમને દિલ્હીની ગેંગે હંફાવી)

સવાલ 1:

પેપર વાંચવા આપ્યું તેનો શું અર્થ? યશપાલ સહિતના ઉમેદવારોએ તો રૂ. 5 લાખમાં પેપર ખરીદ્યું હતું. ખરીદેલ આન્સરશીટ તો તેઓ પોતાની સાથે લાવવા જોઈએ. તેને બદલે પેપર ફોડનારાઓ દિલ્હીમાં પરીક્ષાર્થીઓને એ આન્સરશીટ વાંચવા શા માટે આપે? શું પોલીસ એવું કહેવા માંગે છે કે આન્સરશીટ વાંચીને યાદ રાખી લેવા માટે ઉમેદવારોએ રૂ. 5 લાખ ચૂકવ્યા હતા? એ તાર્કિક છે ખરું?

સવાલ 2:

પેપર ફોડનાર ગેંગે જો ઉમેદવારોને આન્સરશીટ વાંચવા આપી હતી, તો પછી રૂપલ શર્માએ PSI ભરત બોરાણાને સવાલોની સામે ટીક કરેલા જવાબોની આન્સરશીટ વ્હોટ્સએપ દ્વારા મોકલી એ શું હતી? એ કોણે આપી હતી?

સવાલ નં. 3:


પેપર ક્યાં છપાયું હતું એ જાહેર કરવામાં પોલીસ કેમ હજુ ય સ્પષ્ટ જવાબ ટાળે છે? ફૂટેલું પેપર ક્યાં છપાયું હતું એ કહેવામાં પોલીસને શું વાંધો હોઈ શકે? કર્ણાટક ખાતેના (હજુ સુધી જાહેર ન થયેલા) પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાવવાનો નિર્ણય કોણે લીધો હતો? જો એ નિર્ણય ભરતી બોર્ડનો હોય તો તેની જાણ કોને કોને હતી?

પોલીસના દાવા મુજબઃ


પકડાયેલાઓમાં યશપાલ સહિતના અન્ય 4 જણ તો પરીક્ષાર્થી જ છે, જેમણે પેપર ફોડવાનો શોર્ટકટ અપનાવ્યો. યશપાલને દિલ્હીની કથિત ગેંગનો સંપર્ક ઈન્દ્રવદને કરાવ્યો.


સવાલ નં. 1:

ઈન્દ્રવદન મુખ્ય વચેટિયો હોય તે શક્ય નથી? ઈન્દ્રવદન, મનહર પટેલ, મુકેશ ચૌધરી સિવાયના વચેટિયા કોણ હતા?

સવાલ નં. 2:


ગુજરાતમાંથી આશરે પોણા નવ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતા. વચેટિયાઓએ તેમાંથી ફક્ત 5 જ ઉમેદવારોને દિલ્હીની ગેંગનો સંપર્ક કરાવ્યો હતો? પોલીસ હજુ સુધી આ સવાલોના જવાબ ટાળી રહી છે એ જોતાં હવે એવી શંકા ઉપજી રહી છે કે ક્યાંક પોલીસ અંધારામાં જ બાચકાં ભરી રહી હોય એમ તો નથી ને? કે પછી પોલીસ જાણી જોઈને આ સવાલો ઊભા થતાં રોકી રહી છે?

X
ડાબેથી પેપર લીક કેસના આરોપીઓ ઈડાબેથી પેપર લીક કેસના આરોપીઓ ઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App