Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » police complaint against pressure for girls to pray in child protection houses

ચિલ્ડ્રન હોમમાં 4 સગીરાઓને સિક્યુરિટી ગાર્ડે માર માર્યો, પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 01:29 AM

નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા રાજ્યભરમાં સઘન તપાસના આદેશ કરવામાં આવ્યા હતા

  • police complaint against pressure for girls to pray in child protection houses

    અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાનગી ચિલ્ડ્રન હોમમાં ચાર સગીરાને સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર માર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ)માં કરવામાં આવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. તેમજ કિશોરીને ત્યાંથી અન્ય ચિલ્ડ્રન હોમમાં ટ્રાન્સફર કરવામાં આવી. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંસ્થાનું લાઇસન્સ રદ કરવા પર વિચારણા કરાઇ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

    4 કિશોરીને ત્રાસ આપી સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર માર્યાની ફરિયાદ


    શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાનગી ચિલ્ડ્રન હોમમાં 4 કિશોરીને નાની નાની બાબતે ત્રાસ આપી સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર માર્યાની ફરિયાદ ડીસીપીયુના અધિકારીએ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી. ચિલ્ડ્રન હોમના ટ્રસ્ટી હજ માટે ગયા હોઇ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તેનું મોનિટરિંગ કરી કિશોરીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં ચાર કિશોરીઓએ તેમને સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર માર્યાની ફરિયાદ કરી હતી. જેથી અધિકારીએ તેને સીડબ્લ્યૂસી પાસે રજુ આત કરી સિક્યુરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી.

    સીસીટીવીના આધારે ગુનાની તપાસ હાથ ધરી


    પોલીસે ત્યાના સીસીટીવીના આધારે ગુનાની તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્ય હતું કે કિશોરીઓને સફાઇ કામ કરવા તથા નમાઝ નહી પઢવા જેવી બાબતે રોક ટોક કરવામાં આવતી હતી. ત્યાંની વોર્ડન લોકોનું પણ કિશોરીઓ સાથે વર્તન બરાબર નહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending