Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » pm modis 68th birthday, meet two personalities who inspire narendra modi

B'Day: ઝાડુ-પોતા લગાવતા મોદી; 'વકીલ સાહેબ'-'પપ્પાજી' સામે નમતા 'નમો'

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 12:54 PM

વકીલ સાહેબ અને ડૉ.પ્રાણલાલ વ્રજલાલ દોષી ઉર્ફ પપ્પાજીની અસર નરેન્દ્ર મોદીના જીવન પર ખૂબ જોવા મળે છે

 • pm modis 68th birthday, meet two personalities who inspire narendra modi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીનો રાષ્ટ્રીય સેવક સંઘ સાથે પ્રથમ પરિચય આઠ વર્ષની ઉંમરે થયો હતો, આ સમયે તેઓ ચાની દુકાન પર કામ કર્યા પછી સંઘની યુવા બેઠકમાં ભાગ લેતા હતા(ફાઈલ તસવીરઃ વકીલ સાહેબ સાથે ભોજન સમયે નરેન્દ્ર મોદી)

  અમદાવાદઃ આજે પીએમ મોદીનો 68મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદીની યાત્રા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા શહેર વડનગરની સાંકડી ગલીઓમાંથી શરૂ થઈ હતી. ભારત આઝાદ થયું તેના ત્રણ વર્ષ બાદ અને ભારત પ્રજાસત્તાક બન્યાના 8 મહિના બાદ, 17 સપ્ટેમ્બર, 1950ના રોજ નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. દામોદરદાસ મોદી અને હિરાબા મોદીના છ સંતાનોમાં તેઓ ત્રીજા સંતાન હતા. આમ તો નરેન્દ્ર મોદી સંઘ, જનસંઘ અને ભાજપના મોટો નેતાઓ અને પદાધિકારીઓને પોતાનો પ્રેરણા સ્ત્રોત હોવાનું જણાવે છે. પરંતુ સંઘ સાથે જોડાયેલી બે હસ્તીઓ લક્ષ્મણ રાવ ઈનામદાર ઉર્ફ વકીલ સાહેબ અને ડૉ.પ્રાણલાલ વ્રજલાલ દોશી ઉર્ફ પપ્પાજીની અસર નરેન્દ્ર મોદીના જીવન પર ખૂબ જ જોવા મળે છે. 1974માં વકીલ સાહેબે મોદીને આરએસએસના અમદાવાદ સ્થિત કાર્યાલય હેડગેવાર ભવન બોલાવી લીધા હતા. જ્યાં તેઓ સ્વયંસેવકો માટે ચા-નાસ્તો બનાવવાની સાથે 8-9 ઓરડામાં ઝાડું પોતા લગાવતા અને તેની સાથે સાથે વકીલ સાહેબના કપડા પણ ધોતા હતા.

  8 વર્ષના નરેન્દ્રની વડનગરમાં થઈ વકીલ સાહેબ સાથે મુલાકાત


  રાષ્ટ્રીય સેવક સંઘ સાથે તેમનો પ્રથમ પરિચય આઠ વર્ષની ઉંમરે થયો હતો, આ સમયે તેઓ ચાની દુકાન પર કામ કર્યા પછી સંઘની યુવા બેઠકમાં ભાગ લેતા હતા. આ બેઠકોમાં ભાગ લેવાનો આશય રાજનીતિથી પર હતો. તેઓ અહીં પોતાના જીવન પર સૌથી વધુ છાપ છોડનાર લક્ષ્મણરાવ ઇનામદારને મળ્યા હતા, જેઓ 'વકીલ સાહેબ' તરીકે જાણીતા હતા.
  લક્ષ્મણરાવ ઈમાનદારને આરએસએસના સ્વયંસેવક પ્રેમથી વકીલ સાહેબ કહેતા હતા. વકીલ સાહેબે જ ગુજરાતમાં સંઘનો વ્યાપ વધાર્યો હતો. વર્ષ 1958માં ગુજરાતના વડનગરમાં કેટલાક બાળ સ્વયંસેવકોને સંઘમાં સામેલ કરવામાં આવ્યા હતા. સંઘમાં સામેલ થયેલા આ સ્વયંસેવકોમાં એક નામ નરેન્દ્ર મોદી હતું. તેઓ ત્યારે આઠ વર્ષના હતા.

  (અમદાવાદના PIએ નશામાં ધુત બની કર્યા ગંદા ઇશારા, મહિલા પત્રકારે 20 KM સુધી પીછો કરી આંતર્યા)

  આગળ જાણો, વકીલ સાહેબના કપડા ધોતા નરેન્દ્ર મોદી અને કોણ છે 'પપ્પાજી'?

 • pm modis 68th birthday, meet two personalities who inspire narendra modi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હું મારા અને વકીલ સાહેબના કપડા પણ ધોતોઃ નરેન્દ્ર મોદી

  આખી બિલ્ડીંગમાં આશરે 8-9 ઓરડાઓમાં ઝાડું લગાવતા મોદી

   

  જોકે મોદી બાળ સ્વયંસેવક બન્યા બાદ થોડા વર્ષો સુધી મોદી લક્ષ્મણ રાવથી દૂર થઈ ગયા હતા. પરંતુ 1974માં તેઓ ફરી એકવાર સંપર્કમાં આવ્યા. મોદીના આધિકારીક આત્મકથાકાર એમવી કામથે પોતાના પુસ્તક 'નરેન્દ્ર મોદી ધ આર્કિટેક્ટ ઓફ મોડર્ન સ્ટેટ'માં મોદીને ટાંકીને લખ્યું છે કે, 1974માં નવનિર્માણ આંદોલન દરમિયાન વકીલ સાહેબે મને આરએસએસના અમદાવાદ કાર્યાલય હેડગેવાર ભવનમાં રહેવા માટે આમંત્રણ આવ્યું, ત્યાં વકીલ સાહેબ આશરે 12થી15 લોકો સાથે રહેતા હતા. મારૂં રોજીંદુ કામ પ્રચારકો માટે ચા અને નાસ્તો બનાવવાથી શરૂ થતું હતું. ત્યાર બાદ આખી બિલ્ડીંગમાં આશરે 8-9 ઓરડાઓમાં ઝાડું લગાવવાનું રહેતું. હું મારા અને વકીલ સાહેબના કપડા પણ ધોતો હતો. આ ઘટનાક્રમ આશરે એક વર્ષ સુધી ચાલ્યો હતો.આ સમયગાળામાં સંઘના અનેક નેતાઓ સાથે મારી મુલાકાત થઈ. મોદી માટે કહેવાય છે કે તેઓ આ વકીલ સાહેબને આજે પણ નથી ભૂલ્યા.

  પપ્પાજી અને વકીલ સાહેબનો પ્રભાવ


  વ્રજલાલ દોશી અને વકીલ સાહેબે હસ્તીઓએ મોદીનો દ્રષ્ટીકોણ, તેની વિચારસરણી અને ખાસ કરીને તેમની કામ કરવાની રીતને પ્રભાવિત કરી છે. વકીલ સાહેબે જ્યાં મોદીનો પરિચય સંઘ સાથે કરાવ્યો અને તેને આ સંગઠન માટે કામ કરવા પ્રેરિત કર્યા, તેવી જ રીતે પપ્પાજીએ મોદીના શબ્દોમાં કહીએ તો તેમને સમાજ અંગે સમર્પિત થઈને કામ કરવાની પ્રેરણા આપી છે.

 • pm modis 68th birthday, meet two personalities who inspire narendra modi
  ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસીઓની પટ્ટી પપ્પાજી સાથે ભાવનાત્મક્તાથી જોડાયેલી હતી(ફાઈલ તસવીરઃ પ્રાણલાલ દોશી)

  રાજકોટના ડૉ.પ્રાણલાલ વ્રજલાલ દોશીને નરેન્દ્ર મોદીએ ગણાવ્યા પ્રેરણા સ્ત્રોત

   

  2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતીમાં 'જ્યોતિપુંજ' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના એક અધ્યાયમાં મોદીએ ડૉ.પ્રાણલાલ વ્રજલાલ દોશી ઉર્ફ પપ્પાજીને યાદ કરતા તેને પોતાનો પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. પપ્પાજી પ્રત્યે મોદીના મનમાં કેટલો આદર અને સન્માન છે, તે તેના શબ્દો પરથી સમજી શકાય છે. 'જ્યોતિપુંજ'માં મોદીએ લખ્યું છે કે મને યાદ નથી કે હું પહેલીવાર પપ્પાજીને ક્યારે મળ્યો હતો. હું એ પળને યાદ નથી કરી શકતો. તે હંમેશા આસપાસ રહેતા હતા. આ જ કારણ હતું કે તે વિશેષ હતા. તેમની સાથે મારી પ્રથમ મુલાકાતથી લઈને તેમના અવસાન સુધી અનેક દાયકાઓ સુધી હું તેમને ઓળખતો રહ્યો. આટલા લાંબા સમયમાં તેઓ ક્યારેય બદલ્યા ન હતા.તેમનો વ્યવહાર,તેમની વિચારસરણી ત્યાં સુધી કે તેમનું શરીર. તમામ કાર્યોમાં, દરેક સંકટમાં, કુદરતી કહેરમાં તેમણે પોતાની ચુસ્તતા દેખાડી છે. પપ્પાજીએ કોલકત્તામાં ડેન્ટિસ્ટનો અભ્યાસ કર્યો હતો.

  હું તેમની સામે મારૂં શીશ નમાવું છુંઃ મોદી


  નરેન્દ્ર મોદી પપ્પાજી અંગે આગળ લખે છે કે ગુજરાતમાં સંઘના પહેલા પ્રાંત સંઘચાલક તરીકે પપ્પાજીએ આરએસએસનું નામ રાજ્યના ખૂણે-ખૂણે સુધી પહોંચાડ્યું હતું. તેઓ હંમેશા કાર્યકર્તાઓ પર ધ્યાન આપતા હતા. તેમનું માનવું છે કે જો તમે કાર્યકર્તા પ્રત્યે ધ્યાન આપશો તો કામ તો આપોઆપ થઈ જશે. 75 વર્ષની ઉંમરે પણ તેઓ રાજકોટથી વલસાડના ધરમપુર સુધીની યાત્રા રાત્રીના બસમાં બેસીને કરતા હતા. જ્યાં તેઓ આદિવાસીઓ વચ્ચે જઈ તેમની સમસ્યાઓને જાણતા હતા અને તેનું સમાધાન શોધી આપતા હતા. ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસીઓની પટ્ટી પપ્પાજી સાથે ભાવનાત્મક્તાથી જોડાયેલી હતી. તેઓ આપણા બધા માટે શક્તિનો સ્ત્રોત રહ્યા. હું તેમની સામે મારૂં શીશ નમાવું છું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ