Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » PM Modi Will Visit Gujarat On 23rd August, Will Meeting On Loksabha Election

PM મોદી 23 ઓગસ્ટે સવારથી રાત સુધી ગુજરાતમાં, લોકસભા ચૂંટણી અંગે BJP નેતાઓ સાથે કરશે ચર્ચા

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 03:17 PM

પીએમ મોદી બીજેપીના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે પણ લોકસભા ચૂંટણી ઉપરાંત ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે

 • PM Modi Will Visit Gujarat On 23rd August, Will Meeting On Loksabha Election
  ફાઈલ તસવીર

  અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા. પણ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે શનિવારે મિટીંગ યોજાઈ હતી, ત્યાર બાદ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને સ્થાનિક આગેવાનો સાથે સાંજે 6.40થી 7.40 સુધી એક કલાકની મિટીંગ કરશે. નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે સવારે 10.15 વાગ્યે સુરત પહોંચીને રાત્રે 8.50 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.


  શું છે કાર્યક્રમ ?
  સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નીકળશે
  10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે
  10.20થી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે
  10.50 વાગે વલસાડ હેલીપેડ પર ઉતરાણ કરશે
  10.55 વાગે બાયરોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે
  11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે
  11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  12.20થી કાર્યક્રમ સ્થળથી બાયરોડ રવાના થશે.
  12.25 વલસાડ હેલિપેડ પહોંચશે
  12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે
  2.05 વાગે જુનાગઢ હેલિપેડ પરથી ઉતરશે
  2.10 વાગે હેલિપેડથી બાયરોડ કાર્યક્રમ સ્થળે જશે
  2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે
  2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  3.20 વાગ્યાથી બાયરોડ જુનાગઢ હેલિપેડ જશે
  3.30 વાગે હેલિપેડથી નીકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે
  5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાયરોડ પહોંચશે
  5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પહોંચેશે
  5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ. પદવીદાન સમારોહમાં હાજરી આપશે
  6.35 વાગે FSLથી નીકળી 6.40 વાગે રાજભવન પહોંચશે
  6.40થી 7.40 વાગ્યા સુધી મિટીંગમાં રહેશે
  7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રિ ભોજન કરશે
  8.20 વાગે રાજભવનથી બાયરોડ નીકળી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
  8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  8.50 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

  લોકસભા ચૂંટણી પહેલા સૂચક મુલાકાત
  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અનેક સભાઓ કર્યા બાદ પીએમ મોદી નવી રૂપાણી સરકારના શપથવિધિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં તૈયારીઓના ભાગરૂપે મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ બીજેપીના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે પણ લોકસભા ચૂંટણી ઉપરાંત ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ