ઈન્વેસ્ટર્સ સમિટ / વાઇબ્રન્ટ સમિટ માટે PM બે દિવસ ગુજરાતમાં, અ'વાદ શોપિંગ ફેસ્ટિ.માં ખરીદી કરશે

પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર
X
પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીરપીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

 • 18મીએ સવારના 10 વાગ્યે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન 
 • ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી

divyabhaskar.com

Jan 12, 2019, 01:31 AM IST

અમદાવાદઃ 18 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. જેને પગલે પીએમ બે દિવસ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા 17 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેમજ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરવા પણ જશે.

પીએમ વાઇબ્રન્ટ સમિટથી લઈ VS હોસ્પિ.નું ઉદ્ઘાટન કરશે

1. 17થી 19 જાન્યુઆરી સુધીનો પીએમનો કાર્યક્રમ
 • 17 જાન્યુઆરી
 • બપોરે 2.30 કલાકે ટ્રેડ શોનું ઉદઘાટન,
 • સાંજે 4.00 વાગ્યે વીએસ હોસ્પિટલનું ઉદઘાટન 
 • સાંજે 5.45 કલાકે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન.
 • 18 જાન્યુઆરી
 • સવારે 10.00 કલાકે વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન
 • સાંજે 5.30 કલાકે સોવરીન ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
 • રાત્રે 8.00 કલાકે 5 રાષ્ટ્રના વડાઓ સાથે ડિનર
 • 19 જાન્યુઆરી
 • સેલવાસ ખાતે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે
2. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રોની ટ્રાયલ રન નહીં થઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન વાઇબ્રન્ટ દરમિયાન થઈ શકશે નહીં તેવી સ્પષ્ટતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કરી હતી.
3. પાકિસ્તાની ઉદ્યોગપતિઓ સમિટમાં નહીં પણ GCCIની બેઠકમાં આવશે
ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા નથી ત્યારે વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સને અપાયેલા આમંત્રણ અંગે વિવાદ ઉભો થયો છે. આ અંગે મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પાકિસ્તાન ચેમ્બરને બોલાવ્યું છે અને અમે આ પગલાંને આવકારીએ છીએ. સિંઘે કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સે આ વખતે એવો પ્રસ્તાવ મુક્યો હતો કે વાયબ્રન્ટ સમિટમાં ઇન્ટરનેશનલ ચેમ્બરને બોલાવવામાં આવે. અમે તેનાથી ખુશ છીએ. 30 દેશો પૈકી એક પાકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સ પણ તેમાં આવે છે. તેમાં કાંઇ ખોટું નથી. પાકિસ્તાન અને આપણી વચ્ચે ટ્રેડ તો ચાલે જ છે. 
4. વાઈબ્રન્ટ સમિટમાં આ વખતે આ નવી બાબતો પણ હશે
 • ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ: દેશમાં સૌપ્રથમવાર વડાપ્રધાન મોદી સોવરિન વેલ્થ ફંડના વડાઓ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ યોજશે.
 • ગુજરાત સ્પ્રિન્ટ 2022 ઃ વર્ષ 2022માં અને તે પછી ગુજરાત કેવું હશે તેની ઝાંખી દર્શાવતો ખાસ સેમિનાર યોજાશે. 
 •  ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ઃ વિશ્વ હવે રિન્યૂએબલ એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 121 દેશોના બનેલા સોલાર અલાયન્સ દ્વારા વાઈબ્રન્ટ સમિટમાં સેમિનાર યોજી સોલાર એનર્જીનું ઉત્પાદન વધારવા પરામર્શ કરાશે.
 • અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ઃ દુબઇની થીમ પર અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેને એક બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ થશે.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી