Home » Gujarat » Power & People » pm modi Interact with laxmiben from kheda who associated with Self Help Group

PMએ કરી ખેડાના 8 પાસ લક્ષ્મીબેન સાથે વાત, બે વર્ષથી વેચે છે લીંબોળી

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 11:18 AM

લક્ષ્મીબેન ડાભીએ સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો સાથે મળીને લીંબોળી વેચીને બે વર્ષમાં 4 લાખની કમાણી કરીને પરિવારની આર્થિક સ્થિ

  • pm modi Interact with laxmiben from kheda who associated with Self Help Group
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક સમયે લક્ષ્મીબેન બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકતા નહોતા

    અમદાવાદઃ આજે પીએમ મોદીએ દિનદયાલ અંત્યોદય યોજના હેઠળ સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો સાથે ડાયરેક્ટ સંવાદ કર્યો હતો. આ સંવાદ અંતર્ગત તેમણે 2008થી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલા કઠલાલ તાલુકાના છિપયાલ ગામના લક્ષ્મીબેન ડાભી સાથે વાતચીત કરી હતી. માત્ર 8 ધોરણ પાસ લક્ષ્મીબેન ડાભીએ સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો સાથે મળીને લીંબોળી વેચીને બે વર્ષમાં 4 લાખની કમાણી કરીને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરી છે.

    (ફી મામલે સુપ્રીમના હુકમ બાદ એકાએક પ્રગટ્યા શિક્ષણમંત્રી)

    લક્ષ્મીબેન એક સમયે બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકતા નહીં

    ગરીબ પરિવારમાંથી આવતા લક્ષ્મીબેન એક સમયે ખેત મજૂરી કરતા હતા. તેમની આર્થિક સ્થિતિ એટલી તો નબળી હતી કે, તેઓ તેમના બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકતા નહોતા. પરિવારની નબળી આર્થિક સ્થિતિને પગલે તેઓ ફેમિલી અને સોશિયલ ફંક્શનમાં પણ હાજરી આપવાનું ટાળતા હતા.તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાયા પહેલા તેઓ ગામ બહાર પણ એકલા જઈ શકતા નહોતા અને ખરીદી કરવા માટે પણ પરિવારજનોની જરૂર પડતી હતી. પરંતુ હાલ સ્થિતિ બદલાય છે અને તેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપના લીડર બની ગયા છે. માત્ર એટલું જ નહીં, લીંબોળીના માર્કેટિંગ માટે જીએનએફસી(ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની) સાથે પણ કો-ઓર્ડિનેટ કરી લે છે.

    આગળ જાણો લક્ષ્મીબેને લીંબોળી એકઠી કરી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે મળીને આર્થિક રીતે પગભર બન્યા તે અંગેની વિગતો

  • pm modi Interact with laxmiben from kheda who associated with Self Help Group
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લક્ષ્મીબેન અને સેલ્ફ હેલ્પ ગ્રુપે વર્ષ 2017-18 અને 2018-19માં 60 હજાર કિલો લીંબોળી કલેક્ટ કરી

    લીંબોળીના કિલો દીઠ મળે છે 7.50 રૂપિયા

     

    થોડા સમય પહેલા પીએમ મોદીએ યુરિયાના દૂરુપયોગ અટકાવવા માટે 100 ટકા નીમ કોટિંગના મિશનની જાહેરાત કરી હતી. આ કેમ્પેનને પગલે સેલ્ફ હેલ્પ ગ્રુપને પણ તેમાં સક્રિય કર્યું છે. આથી સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્યો એપ્રિલથી જૂનના અંત સુધી લીંબોળી એકઠી કરે છે અને જીએનએફસી તેમની પાસેથી લીંબોળીની ખરીદી કરે છે. મહિલાઓને આ લીંબોળીના કિલો દીઠ 7.50 રૂપિયા મળે છે.

     

     સેલ્ફ હેલ્પ ગ્રુપને બે વર્ષમાં થઈ 4 લાખની કમાણી


    સેલ્ફ હેલ્પ ગ્રુપના સભ્ય હોવાને પગલે લક્ષ્મીબેન ડાભીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે. લક્ષ્મીબેન અને સેલ્ફ હેલ્પ ગ્રુપે વર્ષ 2017-18 અને 2018-19માં 60 હજાર કિલો લીંબોળી કલેક્ટ કરી હતી. જેના બદલામાં બે વર્ષમાં તેમને અંદાજીત 4 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. જ્યારે લક્ષ્મીબેનને સીઝન દરમિયાન વધારાની 15 હજાર રૂપિયાની આવક થાય છે.

  • pm modi Interact with laxmiben from kheda who associated with Self Help Group
    લક્ષ્મીબેનને ભવિષ્યમાં વોશિંગ પાવડરનું પણ પ્રોડક્શન કરવાની ઈચ્છા છે

    આર્થિક સ્થિતિ સુધરતા દીકરીની સગાઈનું ફંક્શન કરવા બન્યા સક્ષમ

     

    આ ઉપરાંત લીંબોળી એકઠી કરવાના આ કામ માટે લક્ષ્મી બેન બીજી મહિલાઓને પણ પ્રોત્સાહિત કરે છે. હાલ લક્ષ્મીબેનની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. તેમજ તેમની દીકરીની સગાઈનું ફંક્શન કરવા માટે પણ આર્થિક રીતે સક્ષમ બન્યા છે.

     

    ભવિષ્યમાં  વોશિંગ પાવડર બનાવવાની છે ઈચ્છા

     

    તેમને ભવિષ્યમાં વોશિંગ પાવડરનું પણ પ્રોડક્શન કરવાની ઈચ્છા છે. આ માટે તેઓ હાલ તાલીમ પણ લઈ રહ્યા છે. હાલ લક્ષ્મીબેનની પોતાના ગામમાં પણ એક આગવી ઓળખ ઉભી થઈ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ