અમદાવાદ: સેટેલાઈટમાં ચાલુ કારે યુવતીની સાથે ગેંગ રેપ કરવાની ઘટનાને માંડ 48 કલાક વીત્યા છે, ત્યારે આ જ વિસ્તારમાં રહેતી અન્ય એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સામે તેની સાથે શારિરીક સબંધ બાંધવા માટે દબાણ કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા વસ્ત્રાપુુર પોલીસ સ્ટેશનમાં બોયફ્રેન્ડ સામે ફરિયાદ દાખલ કરી છે. સેટેલાઈટમાં રહેતી 19 વર્ષીય યુવતી વૈશાલી (નામ બદલ્યું છે)ટીવાયબીકોમમાં અભ્યાસ કરે છે. તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે અક્ષય શ્રીમાળી સાથે મિત્રતા થઈ હતી.
યુવકની વર્તણૂક સારી ન હોવાથી યુવતીએ મિત્રતા પર પૂર્ણવિરામ મૂક્યું હતું
કોલેજમાં આવતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પરંતુ સમય જતા તેની વર્તણુંક સારી નહીં જણાતા તેની સાથે સબંધ રાખવાની ના પાડી હતી. છતાં અક્ષય વૈશાલીને મળવા કોલેજની બહાર બેસી રહેતો હતો અને તે એકલી નીકળે ત્યારે જબરદસ્તીથી રોકીને વાત કરવા દબાણ કરતો હતો. અક્ષય વૈશાલીના ઘર સુધી તેનો પીછો પણ કરતો હતો. અક્ષય મોડીરાતે વૈશાલીને ફોન કરી હેરાન કરતો તેમજ વોટ્સઅપ પર મેસેજો પણ કરતો. 12 મેએ વૈશાલી કલબમાં ટેનિસ રમી ઘરે જતી હતી ત્યારે અક્ષયે તેને રોકી ધમકી આપી હતી કે મારી સાથે શારિરીક સબંધ રાખ નહીં તો તારા ફોટા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. અક્ષયે તેના ફોટા વોટસઅપ પર તેના સ્ટેટસ પર વાયરલ કર્યા હતા.
આ પણ વાંચો,
(અમદાવાદના વેપારીની દીકરી પર 3 વાર ગેંગ રેપ, નરાધમોએ વીડિયો પણ ઉતાર્યો)
એક વર્ષ પહેલાં પણ પોલીસ બોલાવી હતી
વૈશાલીને અક્ષય ખૂબ જ હેરાન કરતો હોઈ એક વર્ષ પહેલા થલતેજ પાસેથી જ તેણે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. તે સમયે પરિસ્થિતિ પામી ગયેલા અક્ષયે વૈશાલીની માફી માંગતા જવા દીધો હતો.
યુવકે અગાઉ યુવતીને લાફો પણ માર્યો હતો
અક્ષય વૈશાલીને પરેશાન કરતો હતો તેની કોઈ સીમા નથી. વૈશાલીના જણાવ્યા અનુસાર બે સપ્તાહ પહેલા તે સેટેલાઈટ નારાયણ ગુરૂ સ્કૂલની સામેથી પસાર થતી હતી. આ સમયે અક્ષયે ત્યાં તેને રોકી હેરાન કરી ઝઘડો કરી લાફો માર્યો હતો. આ અંગે તેણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અક્ષય સામે અરજી પણ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.