અકસ્માત / અમદાવાદથી વેરાવળ જતી પટેલ ટ્રાવેલ્સનો બાવળા નજીક ગમખ્વાર અકસ્માત, 15 ઈજાગ્રસ્ત

Patel travels from Ahmedabad to Veraval, near Ghatkhar accident

DivyaBhaskar.com

Jan 12, 2019, 10:26 AM IST

અમદાવાદઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ગત મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં. આ બસ અમદાવાદથી વેરાવળ જતી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ બસ રોડ પરથી નીચે ઉતરી દિવાલ સાથે અથડાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે મેઇન રોડની બાજુમાં સર્વિસ રોડ છે અને તેની બાજુમાં જ દિવાલ હતી. તે દિવાલમાં બસ એટલી જોરથી અથડાઇ હતી કે દિવાલ પણ તૂટી ગઇ હતી. અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Patel travels from Ahmedabad to Veraval, near Ghatkhar accident
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી