Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Paresh Dhanani taken hrudaykunj visit before 72 hours fast near sabarmati ashram

પરેશ ધાનાણીએ બાપૂને શીશ ઝૂકાવ્યું, હૃદયકુંજથી ઉપવાસ આરંભ્યા

Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 12:37 PM

ધાનાણી આજથી 72 કલાકના ઉપવાસ પર, એ પહેલા સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા

  • વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બાપૂના દર્શને પહોંચ્યા હતા

    અમદાવાદ: મગફળી કાંડને લઈને કોંગ્રેસ આક્રમક બની છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજથી 72 કલાકના ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસ પહેલા તેઓ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શીશ ઝૂકાવી નમન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઓટલા પર બેસીને ઉપવાસ પ્રારંભ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમ પાસે જ પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે.


    સરકાર સામે ધાનાણી આક્રમક


    ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજા થાય તેવી માંગ સાથે આજે ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. પેઢલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડેહાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરીને સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

  • Paresh Dhanani taken hrudaykunj visit before 72 hours fast near sabarmati ashram
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હૃદયકુંજમાં બાપૂના દર્શન બાદ ધાનાણી બાપૂના ઓરડાના ઓટલા પર બેસીને ઉપવાસ આરંભ્યા
  • Paresh Dhanani taken hrudaykunj visit before 72 hours fast near sabarmati ashram
    મગફળી કાંડ સામે પરેશ ધાનાણી આજે 9થી 6 ઉપવાસ કરશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending