તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલડિયાએ અમરેલી પોલીસને 9ને બદલે 1.40 કરોડ આપ્યા હતા | Paladia Gave Amreli Police 1.4 Crors Instead Of 9

પાલડિયાએ અમરેલી પોલીસને 9ને બદલે 1.40 કરોડ આપ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટનું  અપહરણ થયું ત્યારે અમરેલી પોલીસથી છુટવા તેના ભાગીદાર કિરીટ પાલડિયાએ રૂા.નવ કરોડના  બીટકોઈન પોતાના વોલેટમાં લઈ ટ્રાન્સફર કરાવ્યા હતા, પરંતું પાલડિયાએ અમરેલી પોલીસને માત્ર 1.40 કરોડ રૂપિયા જ આપ્યા હતા. મોટાભાગનો હિસ્સો લઈ પાલડીયાએ પોલીસને પણ બેવકૂફ બનાવી હતી.

 

પોલીસની બીક બતાવી અનેક પાસેથી પૈસા પડાવ્યા હતા


કરોડો કમાઈ લેવાની લાલસામાં એસ.પી જગદીશ પટેલ, પી.આઈ. અનંત પટેલ અને નવ પોલીસ કર્મચારીઓએ શૈલેશ ભટ્ટનું અપહરણ કરવાનો પ્લાન ઘડયો હતો.  જયારે ચિલોડામાં કેશવ ફાર્મમાં શૈલશ ભટ્ટને ગોંધી રાખ્યા ત્યારે પાલડીયાએ તેને છૂટવા માટે મદદના બહાને  ભટ્ટના બીટ કોઈન પોતાના  વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. કિરીટ પાલડિયાએ આ અગાઉ સુરત અને તેની આસપાસના ઘણા શ્રીમંતોને પોલીસની બીક બતાવી પૈસા પડાવ્યા હોવાનું મનાય છે. પાલડિયા હાલ રિમાન્ડ પર છે.