અમદાવાદ પોલીસ કમિ.ને મળવા ગયેલા હાર્દિક પટેલને બ્લેક ફિલ્મ લગાવવા બદલ 600નો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: હાલ ટ્રાફિક પોલીસ શહેરીજનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા આકરું વલણ અપનાવી દંડીત કરી રહી છે. જેને પગલે આજે ટ્રાફિક પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની કારને 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત  સીટ બેલ્ટ ન હોવાના કારણે પણ તેને દંડ કરવામાં આવ્યો હતો.

હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે પ્લોટની મંજૂરી અર્થે CP અને AMC કમિશનરને રજૂઆત કરી

 

આ અંગે વિગતે વાત કરીએ તો હાર્દિક પટેલ આજે પોતાના આમરણાંત ઉપવાસ આંદોલન માટે નિકોલના ગ્રાઉન્ડની મંજૂરી મેળવવા 3 વાગ્યે પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યો હતો. 

 

કારને ગેટ પર જ અટકાવી પોલીસે ફટકાર્યો દંડ

 

હાર્દિક પોતાના સમર્થકો સાથે આવવાનો હોવાથી પોલીસ કમિશનરની કચેરીએ ચૂસ્ત બંદોબસ્ત કરી દેવાયો હતો. હાર્દિક જેવો કમિશનર ઓફિસે પહોંચ્યો કે ગેટ પર જ તેની એસયૂવીને અટકાવવામાં આવી હતી, અને તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે તેને 600 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આમ છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી પોલીસની કડકાઈનો હાર્દિકને પણ અનુભવ થયો હતો. 

 

પોલીસે કારમાંથી કાઢી લીધી બ્લેક ફિલ્મ

 

હાર્દિક પટેલ જે ફોર્ચ્યુનર કારમાં આવ્યો હતો તેના પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી દંડ ફટકારવા ઉપરાંત પોલીસે સ્થળ પર જ હાર્દિકની કારમાંથી ફિલ્મ પણ કાઢી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નિયમોને લઈને કડક બનેલી અમદાવાદ પોલીસ ગણતરીના દિવસોમાં જ મોટી સંખ્યામાં લોકોને દંડ ફટકારી ચૂકી છે, ત્યારે આજે હાર્દિક પણ પોલીસને અડફેટે આવી ગયો હતો.

 

(જર્જરિત ઝૂંપડામાં રહેતા વિજયનગરના વૃદ્ધાને 14 દિવસના કામના મળ્યા 97 હજાર)