વાઘનું અસ્તિત્વ / MPમાંથી એક વાઘ ગુમ છે, રહેઠાણ માટે વાતાવરણ અનુકુળ છે કે નહીં તે અંગે સર્વે કરાશેઃ વનમંત્રી

divyabhaskar.com

Feb 12, 2019, 06:08 PM IST
વનમંત્રી ગણપત વસાવા
વનમંત્રી ગણપત વસાવા

  • મહીસાગરમાં 7થી 8 વર્ષનો વાઘ જોવા મળ્યો 

અમદાવાદઃ મહિસાગર જિલ્લાની લુણાવાડા રેન્જના ગઢ ગામમાં વાઘ જોવા મળ્યો હોવાની પુષ્ટિ થતાં વનમંત્રી પણ સક્રિય થયા છે. આ અંગે વનમંત્રી ગણપત વસાવાબેઠક બોલાવી હતી. આ અંગે વનમંત્રીએ જણાવ્યું કે, 7થી 8 વર્ષનો વાઘ મહિસાગરમાં જોવા મળ્યો છે. ગુજરાતની આસપાસ MP, રાજસ્થાન,મહારાષ્ટ્રમાં વાઘ છે. આ ત્રણેય રાજ્યો સાથે ગુજરાત વન વિભાગ સંપર્ક કરશે. તેમજ MPના ઉજ્જૈનની આસપાસથી વાઘ ગુમ થયો હોવાની માહિતી મળી હતી.


વાઘ માટે કામ કરતી સંસ્થાને જાણ કરાશેઃ સાવચેતી માટે સ્થાનિકોને પણ જાગૃત કરાશે. તેને વાતાવરણ અને ખોરાક અનુકુળ છે કે નહીં તે અંગે તમામ બાબતો સમાવી સર્વે કરાશે. ત્યાર બાદ તેને રાખવાને લઈ નિર્ણય કરાશે.

X
વનમંત્રી ગણપત વસાવાવનમંત્રી ગણપત વસાવા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી