લોકડાયરામાં વર્દી પહેરી પોલીસે જિજ્ઞેશ કવિરાજ પર ઉડાડી ચલણી નોટો, વીડિયો વાયરલ

અમદાવાદના સરખેજ ગામમાં આવેલા ભારતી આશ્રમમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

DivayBhaskar.com | Updated - Sep 12, 2018, 12:31 PM

અમદાવાદ: હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજના લોકડાયરામાં પોલીસકર્મી ઓનડ્યુટી વર્દીમાં પૈસા ઉડાડતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા ભારતી આશ્રમમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિજ્ઞેશ કવિરાજ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડના લોકડાયરામાં પોલીસ જાહેરમાં નોટોનો વરસાદ કર્યો હતો. આ ડાયરામાં ભારતી બાપુ પણ હાજર હતા.


પોલીસે જાહેરમાં નોટોનો વરસાદ કર્યો કેટલું વાજબી

પોલીસે લોક કલાકાર પર નોટોનો વરસાદ કરતા લોકોમાં ચર્ચા છે કે બારમાં નાચતી બાર ડાન્સર પર પોલીસ નોટો ઉડાડી રહી હોય તેવું લાગ્યું. ઉલ્લેખનીય છે કે પોલીસને ડિસિપ્લેન માટે ઓળખવામાં આવે છે. તેમની કામગીરી પ્રજાનું રક્ષણ અને સલામતિ કરવાની હોય છે. ત્યારે એક લોક ડાયરાના કાર્યક્રમમાં પોલીસે નોટો ઉડાડીને ચારે બાજુ ચર્ચાઓ જગાડી છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

On duty Police Men Threw The Monry On Lokgayak Jignesh Kaviraj In Dayra
On duty Police Men Threw The Monry On Lokgayak Jignesh Kaviraj In Dayra
X
On duty Police Men Threw The Monry On Lokgayak Jignesh Kaviraj In Dayra
On duty Police Men Threw The Monry On Lokgayak Jignesh Kaviraj In Dayra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App