નરોડા પાટીયા હત્યાકાંડઃ અમિત શાહે 15 વર્ષે આપેલા નિવેદનને ન સ્વીકારવા વકીલની કોર્ટ સમક્ષ રજુઆત

માયા કોડનાનીને બચાવવા અમિત શાહે આપેલું નિવેદન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વકીલની કોર્ટ સમક્ષ ન સ્વીકારવા રજૂઆત કરી

DivyaBhaskar.com | Updated - Aug 03, 2018, 09:50 AM
Nroda Patila Amit shah advocate court

અમદાવાદઃ નરોડા ગામ હત્યાકાંડના બનાવમાં માયાબેનની હાજરી વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હોવાનું સાક્ષી તરીકે નિવેદન આપનાર ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહનું નિવેદન ગ્રાહ્ય નહીં રાખવા માટે સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા રજૂઆત કરાઇ હતી. આ જુબાની માની શકાય તેમ નથી તેથી તેને ધ્યાને નહીં લેવા માગ કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કોર્ટે કેસની વધુ તપાસ શુક્રવાર પર મુલતવી રાખી છે.


નરોડા ગામ કેસમાં માયાબેન કોડનાની દ્વારા આરોપી તરફે સાક્ષી રજૂ કરવા દેવાની માગ સાથે કરાયેલી અરજી બાદ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપી હતી. જેમાં તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે, સવારે વિધાનસભા શરૂ થઇ ત્યારથી 10 વાગ્યા સુધી માયાબેન કોડનાની જેઓ તે સમયે રાજ્ય સરકારમાં મંત્રી હતાં તે વિધાનસભામાં હાજર હતાં. આ કેસમાં ખાસ સરકારી વકીલ ગૌરાંગ વ્યાસે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, માયાબેન કોડનાનીને બચાવવા માટે શાહે ખૂબજ લાંબા સમય બાદ પોતાનું નિવેદન આપ્યું છે. તે સ્થિતિમાં આ નિવેદન માનવાને લાયક નથી. અન્ય કોઇ આરોપીએ માયાબેન બનાવ સમયે સોલા સિવિલ હોસ્પિટલમાં હોવાનું જણાવ્યું નથી. ત્યારે અમિત શાહનું આ નિવેદન ભરોસાપાત્ર નથી.

X
Nroda Patila Amit shah advocate court
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App