એક સાથે 64 પુસ્તક લોન્ચ કરીને મૂળ અમદાવાદી NRI 27મી ઓક્ટોબરે બનાવશે વર્લ્ડ રેકોર્ડ

nri will makes world record for launching 64 books in single time at ahemdabad

DivyaBhaskar.com

Oct 26, 2018, 06:29 PM IST

અમદાવાદ: મૂળ અમદાવાદી અને એનઆરઆઈ એવા ડો.શૈલેષ ઠાકર એક સાથે 64 બુક લોન્ચ કરવાના છે અને તેનું કર્ટેઈન રેઝર અમદાવાદ આઈઆઈએમમાં થવાનું છે. જે વિશ્વ રેકોર્ડ બનશે. જેમાં એક સાથે 64 પુસ્તકોનું વિમોચન થશે. તેમાં નવ સંસ્થાનો સહયોગ લેવામાં આવ્યો છે. આ બુકને આવતા વર્ષે જૂન મહિનામાં શિકાગો અને ટોરેન્ટોમાં પણ રજૂ કરવામાં આવશે. બુક્સ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મેળવી શકાશે.


કેવી રીતે લેખકને વિચાર આવ્યા પુસ્તક લખવાનો?


લેખક ડો. શૈલેષ ઠાકર જણાવે છે કે, એક સાથે પુસ્તકો લખવાનો વિચાર વાસણા સ્વામિનારાયણ મંદિર એસએમવીએસના સ્વામી સંતશંકરદાસ સાથે પૂર્ણિમા બાદ એક અંગત ગોષ્ઠિમાં સવાલ પૂછવામાં આવેલા કે તમારા મૃત્યુ બાદ જ્ઞાનનું શું થશે? યુનિવર્સિટી ઊભી કરી નથી ત્યારે શું કરશો તમારા જ્ઞાનને આમ જ જલાવી દેવામાં આવશે. આ સવાલે મને ઘરે આવીને વિચારતો કર્યો અને જાપાની સ્પિર્ચ્યુઅલ રૂડો ઓકાવાની બાયાગ્રાફી મારી સામે રહી જેમણે એક વર્ષમાં 54 પુસ્તકો લખીને ગિનિશ બુકનો રેકોર્ડ બનાવ્યો હતો. હોમ વર્ક કરવા મજબૂર કર્યો અને 64 ટાઈટલ સિલેક્ટ કર્યા અને તેણે મને લખવા માટે પ્રેરણા આપી એવું મારું માનવું છે.

પુસ્તકો લખવાનું કામ


હિન્દુસ્તાન, અમેરિકા અને કેનેડામાં રહીને ખાસું કામ કર્યું હતું. રોજ 10થી 12 કલાક એટલે કે સવારે 5થી સાંજના 5 વાગ્યા સુધી નિયમિત કામ કર્યુ હતું. આ કામ પૂર્ણ કર્યા બાદ જ સ્નાન જેવા કામ કર્યા છે અને શ્રમદાયક યજ્ઞ રહ્યો હતો.


પુસ્તકોના ટાઈટલ રસપ્રદ


લેખકે રસપ્રદ ટાઈટલ્સ સાથે બુક્સ લખી છે જેમાં મહત્વપૂર્ણ છે રિડાફાઈન, બિગિન વિથ એન્ડ, સ્ટાર્ટ-સ્ટાર્ટિંગ, મિટ અ ગેમ ચેન્જર, હાર્ડ એન્ડ સ્માર્ટ, વોટ ઈઝ ઈમ્પોર્ટન્ટ ફોર યુ, પ્રિન્સિપલ્સ ઓફ માઈન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

X
nri will makes world record for launching 64 books in single time at ahemdabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી