ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, રાજ્ય સરકાર વેટ ઘટાડવા નથી તૈયાર

nitin patel says gujarat already reduced a vat on petrol-diesel 6 month ago

divyabhaskar.com

Sep 11, 2018, 07:33 PM IST

અમદાવાદઃ હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ભાવ ભડકે બળી રહ્યા છે. આ ભાવ વધારાને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડીઝલ

પરનો વેટ ઘટાડ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની

સંભાવના ખૂબ ઓછી છે. આમ તેમણે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન કરવાનો સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12,000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા મેળવે છે.

પાટણમાં સૌથી મોંઘું પેટ્રોલ

ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલની ભાવ પ્રતિ લીટર રૂ. 81.11 નોંધાયો છે.

ગુજરાતમાં કયા શહેરમાં કેટલો ભાવ?

અમદાવાદઃ પેટ્રોલ રૂ.80.09, ડીઝલ રૂ.79.39
વડોદરાઃ પેટ્રોલ રૂ.79.80, ડીઝલ રૂ.78.09
સુરતઃ પેટ્રોલ રૂ.80.01, ડીઝલ રૂ.78.33
રાજકોટઃ પેટ્રોલ રૂ.79.88, ડીઝલ રૂ.78.19
બનાસકાંઠાઃ પેટ્રોલ રૂ.80.46, ડીઝલ રૂ.78.53
દાહોદઃ પેટ્રોલ રૂ.80.95, ડીઝલ રૂ.79.09
ભાવનગરઃ પેટ્રોલ રૂ.80.11, ડીઝલ રૂ.79.40
પાટણઃ પેટ્રોલ રૂ.81.11, ડીઝલ રૂ.79.40
અરવલ્લીઃ પેટ્રોલ રૂ.80.72, ડીઝલ રૂ.79.01
પંચમહાલઃ પેટ્રોલ રૂ.80.42, ડીઝલ રૂ.78.72
બોટાદ: પેટ્રોલ રૂ.80.54, ડીઝલ રૂ.78.80
તાપી: પેટ્રોલ રૂ.80.18, ડીઝલ 78.47
જુનાગઢ: પેટ્રોલ રૂ.80.16, ડીઝલ રૂ.78.46
ગીર-સોમનાથ: પેટ્રોલ રૂ.80.86, ડીઝલ રૂ.79.13
જામનગર: પેટ્રોલ રૂ.79.59, ડીઝલ રૂ.77.86

X
nitin patel says gujarat already reduced a vat on petrol-diesel 6 month ago
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી