તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત અવહેલના સામે નીતિન પટેલની નારાજગી, સહનશીલતા કે શરણાગતિ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને કદાવર પાટીદાર નેતા નીતિન પટેલને ગુજરાતની રૂપાણી સરકારમાં વારંવાર અપમાનનો ઘૂંટડો પીવો પડ્યો છે, ત્યારે પાર્ટીના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે, નીતિનભાઇની નારાજગી પાછળ તેમની સહનશીલતા છે કે પછી શરણાગતિ?

 

(CM અને DY.CM વચ્ચે વધ્યું અંતર, નીતિનભાઈને ન સોંપ્યો CMનો ચાર્જ)


પહેલો કડવો ઘૂંટ

 

ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર ગયા બાદ નવા મુખ્યમંત્રીની શોધ ચાલી રહી હતી. આ સમયે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ફાઇનલ હતું. પરંતુ છેલ્લા થોડાક જ કલાકોમાં નીતિન પટેલના બદલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતા સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા અને સમર્થકો ખૂબ નારાજ થઈ ગયા હતા. તે સમયે પણ નીતિન પટેલને અપમાનનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો.

 

 

આગળ જાણો નીતિન ભાઈએ પીવા પડેલા વધુ બે કડવા ઘૂંટડા અને રૂપાણી સાથે થઈ રહેલી ખેંચતાણ અંગેની વધુ વિગતો