ચૂંટણી / નિખીલ સવાણીનો આક્ષેપ, હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે

nikhil savani blams bjp may planning to kill hardik patel

  • વિરાટનગરની સભામાં ઉત્સવ ડોંડાએ હોબાળો મચાવ્યો હોવાનો નિખીલ સવાણીનો આક્ષેપ
  • હાર્દિક પટેલે જામનગરના રોડ શો માટે માગી પોલીસ સુરક્ષા

divyabhaskar.com

Apr 21, 2019, 01:28 PM IST

અમદાવાદઃ પાસ નેતા નિખીલ સવાણીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું છેકે હાર્દિક પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. નિખીલે પોતાના નિવેદનમાં આક્ષેપ કર્યો હતો કે 2017ના ત્રિપલ મર્ડર કેસના આરોપી ઉત્સવ ડોંડાના હાથે હાર્દિકની હત્યા કરાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે નિકોલના વિરાટનગરની સભામાં થયેલા હોબાળા બાદ હાર્દિક પટેલે જામનગરમાં યોજાનારા રોડ શો દરમિયાન પોલીસ સુરક્ષા માગી છે.

નિકોલની સભામાં ઉત્સવ ડોંડા વિરોધ કરવા આવ્યો હતો
નિખીલે પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે ત્રિપલ મર્ડર કેસના આરોપીની હત્યા કરનાર ઉત્સવ ડોંડા વિરાટનગર ખાતેની સભામાં હાર્દિકનો વિરોધ કરવા અને હોબાળો કરવા માટે આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યુ છે કે આ આરોપી પાસે હાર્દિકની હત્યા કરાવી શકે છે તેવી અમને શંકા છે. આ અંગે અમે ગુજરાત પોલીસને જાણ કરી હતી. જો હાર્દિકને કંઇપણ થશે તો તેની જવાબદારી ગુજરાત પોલીસની રહેશે.

વિરાટનગરની સભામાં સુરક્ષાની હાર્દિકે માગ કરી હતી
નોંધનીય છેકે હાર્દિક પટેલે પોતાની સુરક્ષાને લઇને 19 એપ્રિલના રોજ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો અને વિરાટનગરની સભામાં સુરક્ષા પૂરી પાડવાની માગ કરી હતી. હાર્દિકે પોતાના પત્રમાં તેના પર જીવલણે હુમલો થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

X
nikhil savani blams bjp may planning to kill hardik patel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી