અ‘વાદની નીલુ પટેલની કળા લંડનમાં છવાઈ, માસ્ક ડિઝાઇનિંગ ક્ષેત્રે છે સક્રિય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદની નીલુ પટેલે હસ્તકળા, માસ્ક મેકીંગ અને પેઇન્ટિંગ ક્ષેત્રે વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. પર્યાવરણ પ્રેમી નીલુ પટેલે છાપાની પસ્તીનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના આર્ટવર્ક બનાવે છે. આ કળા જીવંત રાખવા તેમજ આગળ વધે અને આજની યુવાપેઢી સુધી પહોંચે માટે હસ્તકળા ટ્રેનિંગ પ્રોગ્રામ સહીત દેશમાં અમદાવાદ, મુંબઇ અને દિલ્હીમાં હસ્તકળાનાં પ્રદર્શન અને લાઇવ ડેમો રજૂ ચુકી છે. જ્યારે હાલ લંડનની ચેલ્સી આર્ટ ગેલેરી સીટીમાં તેનું પેઇન્ટિંગ પ્રદર્શન મુકવામાં આવ્યું છે. જ્યારે 2014માં સીએમ મોદી સરકારના હસ્તે સ્ટેટ એવોર્ડ પણ નીલુ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.


21 વર્ષથી ફાઇનઆર્ટસ માસ્ક ડિઝાઇનિંગ તેમજ પેપરમેશીનું કામ કરે છે


અમદાવાદ રહેતી નીલુ પટેલને નાનપણમાં રમત-રમતમાં શીખલી હસ્તકળાને પોતાનો શોખ બનાવી તે કાર્ય તરફ ઝપલાવીને ગુજરાત નહીં વિશ્વ સ્તરે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. નીલુ પટેલ છેલ્લા 21 વર્ષથી ફાઇનઆર્ટસ માસ્ક ડિઝાઇનિંગ તેમજ પેપરમેશીનું કામ કરે છે. પિતાન અવસાન બાદ મોટા ભાઇએ પિતા તરીકે સાથ અપ્યો અને ભાભીએ બહેન તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યમાં માતા તરફથી સપોર્ટ અને પ્રેરણા મળી. પરિવારનો સાથ-સહકાર સાથે ઉતાર-ચઢાવનો સામનો કરી સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. કોઇ સ્પર્ધામાં રિજેક્ટ થયા પછી પણ નવા વિચાર અને નવા ક્રિએશન સાથે ફરી તે સ્પર્ધામાં ભાગ લેતી હતી.


ચેલ્સી આર્ટ ગેલેરીસીટી ઓફ લંડનમાં મુકાયું પેઇન્ટિંગ પ્રદર્શન


આ હસ્તકળા આજના યુવાપેઢી સુધી પહોંચે તેમજ તેમને તેનો લાભ મળી શકે તે માટે મિનિસ્ટ્રિ ઓફ ટેક્ષટાઇલ દ્વારા ‘‘ગુરૂ શિષ્ય પરંપરા’’ (હસ્તકળા)નો 4 મહીનાનો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં 15 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીમાં હસ્તકળાના પ્રદર્શન અને લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સાથેસાથ પેઇન્ટિંગ પ્રદર્શન લલિતકલા અમદાવાદ, કલાવિધિ આર્ટ ગેલેરી ઉદેપુર ખાતે મુકવામાં આવ્યું હતું. તેમજ ચેલ્સી આર્ટ ગેલેરી સીટી ઓફ લંડનમાં હાલ પેઇન્ટિંગ પ્રદર્શન મુકવામાં આવ્યું છે.

 

પાલનપુરના મનોચિકિત્સક ડૉક્ટરની અનોખી પહેલ અંધશ્રદ્ધાઓ દૂર કરવા વ્યાખ્યાનો આપે છે

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, છાપાંની પસ્તીમાંથી બનાવ્યો સૌથી મોટો ફ્લાવર વાઝ....