અમદાવાદના સીટીએમથી NCBએ 1.15 કરોડનું કોકેઈન ઝડપ્યું, એક નાઈજીરીયનની ધરપકડ

એક નાઈજીરીયન મુંબઈથી અમદાવાદ કોકેઈનને એક બિસ્કિટના પેકેટમાં છુપાઈને લઈને આવ્યો હતો

DivyaBhaskar.com | Updated - Aug 10, 2018, 05:25 PM
NCB 273 Gm cocaine seized from CTM, One Nigerian Arrested

અમદાવાદ: નારકોટિક કન્ટ્રોલ બ્યુરોની ટીમે સીટીએમમાંથી એક નાઈજીરિયનની 273 ગ્રામ કોકેઈન સાથે ધરપકડ કરી છે. નાઈજિરિયન મુંબઈથી કોકેઈનનું કન્સાઈન્મેન્ટ લઈ ખાનગી બસમાં અમદાવાદ આવ્યો હતો અને માલની ડીલિવરી આપે તે પહેલા એનસીબીએ તેને ઝડપી લીધો હતો.

બિસ્કિટના પેકેટમાં ચાલાકીપૂર્વક છુપાવેલું 273 ગ્રામ કોકેઈન


એનસીબીના ઝોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું હતું કે, એનસીબીને બાતમી મળી હતી કે, મુંબઈથી કોકેઇનનું કન્સાઈન્મેન્ટ લઈ વિદેશી નાગરિક અમદાવાદમાં ડિલિવરી આપવા માટે આવવાનો છે. બાતમીના આધારે એનસીબીની ટીમે સીટીએમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક ખાનગી લકઝરી બસમાં આવેલા વિલિયમ નોમાની નામના નાઈજીરિયનને ઝડપી લીધો હતો તેની પાસે તપાસ કરતા બિસ્કિટના પેકેટમાં ચાલાકીપૂર્વક છુપાવેલું 273 ગ્રામ કોકેઈન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1.5 કરોડ થાય છે તે પકડી પાડ્યું હતું.

મોબાઇલના CDR કાઢી વધુ તપાસ હાથ ધરાશે

એનસીબીના જણાવ્યા અનુસાર, આ આરોપી અગાઉ બે વખત કોકેઇનનું કન્સાઈન્મેન્ટ મુંબઈથી લઈ અમદાવાદમાં આવી ચૂકયો છે. આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના સીડીઆર કઢાવી તે કોના સંપર્કમાં હતો અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલા છે તે અંગે તપાસ હાથ ધરાશે. તેણે હાલમાં પોતાનો પાસપોર્ટ પણ ફેંકી દીધો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
NCB 273 Gm cocaine seized from CTM, One Nigerian Arrested
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App