B'day: નાની-મોટી 42માંથી એકેય ચૂંટણી હાર્યા નથી અમિત શાહ, સાઇકલ પર જતા RSSમાં

80ના દાયકાની શરૂઆતમાં આરએસએસના 78 વર્ષીય સ્વંયસેવક રતિભાઇ પટેલ અમિત શાહને સાઇકલ પર લઇ જતાં હતા

divyabhaskar.com | Updated - Oct 22, 2018, 12:47 PM
ડાબેથી અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ(રેડ સર્કલ)
ડાબેથી અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ(રેડ સર્કલ)

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નરેન્દ્ર મોદીના આંખ, કાન અને નાક સમાન અમિત શાહનો આજે જન્મ દિવસ છે. તેઓ કુશળ એક રણનીતિકાર છે અને તેમનામાં જોરદાર સાંગઠનિક ક્ષમતા પણ છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપના નાયક હતા. વર્તમાન રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકબીજાના પૂરક છે. અમિત શાહ પોતાને નરેન્દ્ર મોદીના અંગત સિપાહી માને છે. અમિત શાહ ભાજપના સૌથી સફળ અધ્યક્ષ છે. 1989થી 2017 વચ્ચે શાહે રાજ્યસભા, ગુજરાત વિધાનસભા અને જુદી જુદી નાનીમોટી ૪2 ચૂંટણીઓ લડી છે, પરંતુ એક પણ ચૂંટણીમાં પરાજીત થયા નથી. તેઓ આરએસસમાં જોડાયા બાદ રતિલાલ પટેલની પાછળ બેસીને સંઘ કાર્ય માટે જતા હતા.

જન્મ, પાઇપ બિઝનેસ અને ફેમિલી

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં અનિલચંદ્ર શાહના ઘરે થયો હતો. અમિત શાહનું પૈતૃક ગામ માણસા છે. મહેસાણમાં શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેમણે બાયોકેમિસ્ટ્રીમાં બીએસસી પુરૂં કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યા. વીસ વર્ષની ઉંમરમાં શાહે પીવીસી પાઇપ બનાવવાની નાની ફેક્ટરી શરૂ કરી. તેઓ ગુજરાતમાં સિંચાઇ માટે પાઇપ બનાવનાર પ્રથમ ઉદ્યમી હતા. ત્યારબાદ અમિત શાહ શેર બ્રોકર બન્યા હતા. આ દરમિયાન તેમણે સોનલ શાહ સાથે લગ્ન કર્યા અને 22 સપ્ટેમ્બર 1988ના રોજ તેમના ઘરે જયશાહ નામના પુત્રનો જન્મ થયો. જય શાહે 2015માં ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં પુત્રીના પિતા બન્યા હતા. આમ શાહ હાલ દાદા બની ચૂક્યા છે.

આરએસસમાં પ્રવેશ અને મોદી સાથે પ્રથમ મુલાકાત

પરંતુ શાહને તો રાજકારણમાં રસ હતો, આથી તેઓ શરૂઆતમાં આરએસએસમાં જોડાયા. 80ના દાયકાની શરૂઆતમાં આરએસએસના 78 વર્ષીય સ્વંયસેવક રતિભાઇ પટેલ અમિત શાહને સાઇકલ પર લઇ જતાં હતા. અમિત શાહ હંમેશા સાથી કાર્યકરોને મદદ કરવા માટે તત્પર રહેતા હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રથમ મુલાકાત અમદાવાદમાં આરએસએસની શાખામાં થઇ હતી. મીડિયાના અહેવાલો પ્રમાણે અમિત શાહે નરેન્દ્ર મોદી સમક્ષ ભાજપમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આગળ જાણો અમિત શાહની રાજકીય કરિયર, સફળતાઓ અને વિવાદો અંગેની વધુ વિગતો

લગ્ન સમયે પત્ની સોનલ શાહ સાથે અમિત શાહ
લગ્ન સમયે પત્ની સોનલ શાહ સાથે અમિત શાહ

મોદી શાહને લઇ ગયા શંકરસિંહ વાઘેલા સમક્ષ

 

ત્યાર બાદ નરેન્દ્ર મોદી અમિત શાહને લઇને ગુજરાતના તત્કાલિન પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાધેલા પાસે લઇ ગયા. નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ઓળખ આપતાં કહ્યું કે આ અમિત શાહ છે. પ્લાસ્ટિકની પાઇપ બનાવવાનો ધંધો કરે છે અને સારા બિઝનેસમેન છે. તમે તેમને પાર્ટીનું થોડું કામ આપો અને આ રીતે અમિત શાહ ભાજપમાં જોડાયા. 1990ની ચૂંટણીમાં અમિત શાહે ચૂંટણીની જવાબદારી સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે અડવાણીજી અહીં પોતાનો ચૂંટણી પ્રચાર નહીં કરે તો પણ તે આ સીટ જીતી બતાવશે. અમિત શાહના આત્મવિશ્વાસથી નરેન્દ્ર મોદી ખૂબ પ્રભાવિત થયા આ સીટની ચૂંટણીની વ્યવસ્થા અમિત શાહને સોંપી દીધી. આ ચૂંટણી બાદ ગુજરાતમાં અમિત શાહનું કદ વધતું ગયું. 

કેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેમણે કેશુભાઇના નજીકના લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું
કેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેમણે કેશુભાઇના નજીકના લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું

મોટા નેતા બનવા તરફ પ્રયાણ

 

 

1996માં ફરી એકવાર અમિત શાહને આ પ્રકારની તક મળી. ત્યારબાદ અમિત શાહ એક નાના નેતાની છબિમાં બહાર નીકળીને એક એવા નેતાના રૂપમાં સામે આવ્યા જે ચૂંટણી પ્રબંધનમાં અત્યંત માહેર થઈ ચૂક્યા હતા. ગુજરાતમાં બેંકોથી માંડીને દૂધ સુધી જોડાયેલી કો-ઓપરેટિવ સંસ્થાઓ પર કોંગ્રેસનો કબજો હતો. અને અમદાવાદમાં આ સંસ્થાઓ પર અમિત શાહે ભગવો લહેરાવવાની શરૂઆત કરી. 1998માં અમિત શાહ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટિવ બેંક (એડીસીબી)ના ચેરમેન બન્યા.  

 

પ્રથમ વિધાનસભા ચૂંટણી

 

કેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેમણે કેશુભાઇના નજીકના લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું. 2002માં એક નવા અધ્યાયની શરૂઆત થઇ અને અમિત શાહને સરખેજ વિધાનસભાની ટિકીટ આપવામાં આવી. ત્યારબાદ 2007 અને 2012માં નારણપુરા સીટ પર ભવ્ય વિજય મેળવ્યો. અને ત્યારબાદ 2014 રાષ્ટ્રીય રાજકારણમાં પગ પેસારો કરતાં તેમણે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી.

વિજય રૂપાણી અને પરસોતમ રૂપાલા સાથે શાહ
વિજય રૂપાણી અને પરસોતમ રૂપાલા સાથે શાહ

વિવાદો અને કાયદાકીય લડાઇ
 
અમિત શાહ 2004માં અમદવાદના બહારના વિસ્તારમાં થયેલા એક બનાવટી એન્કાઉન્ટરમાં 19 વર્ષીય ઇશરત જહાં, જીશાન જોહર અને અમજદ અલી રાણાની સાથે પ્રણેશની હત્યા થઇ હતી. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે 2002માં ગોધરા બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટ આ લોકો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યા હતા. આ મામલે ગોપીનાથ પિલ્લઈએ કોર્ટમાં એક નિવેદન આપીને અમિત શાહને પણ આરોપી બનાવવાની અપીલ કરી હતી. જો કે 15 મે 2014નના રોજ સીબીઆઇની એક વિશેષ કોર્ટે અમિત શાહ વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા ન હોવાના કારણે આ અરજીને નકારી કાઢી. 

 

 

એક સમય એવો પણ આવ્યો કે સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર મામલે તેમને 25 જુલાઇ 2010માં ધરપકડનો સામનો કરવો પડ્યો. અમિત શાહ પર આરોપ હતો કે એન્કાઉન્ટર કેસમાં અમિત શાહનો હાથ છે.આ અંગે સૌથી મોટો ખુલાસો તેમના ખાસ અંગત રહી ચૂકેલા ગુજરાત પોલીસના સસ્પેંડેડ અધિકારી ડીજી વણઝારાએ કર્યો. 
 

જમણેથી જય શાહ અને અમિત શાહ(વચ્ચે)
જમણેથી જય શાહ અને અમિત શાહ(વચ્ચે)

ઉત્તરમાં 'ઉદય'

 

 

અમિત શાહને 12 જૂન 2013ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા, ત્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 10 લોકસભાની સીટો હતી. તેમના સંગઠનાત્મક કૌશલ અને નેતૃત્વ ક્ષમતાની ત્યારે ખબર પડી જ્યારે 16 મે 2014ના રોજ સોળમી લોકસભાની ચૂંટણી પરિણામો જાહેર થયા.ભાજપે ઉત્તર પ્રદેશમાં 71 સીટો ભગવો ફરકાવ્યો. પ્રદેશમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. 

 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે

 

આ જાદુઇ જીતના શિલ્પકાર રહેલા અમિત શાહનું પાર્ટીમાં કદ એટલું વધી ગયું કે, તેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું. આમ અમિત શાહ પોતાની રાજકીય શરૂઆતથી માંડીને અત્યાર સુધી ચાણક્યની ભૂમિકામાં જોવા મળ્યા છે. અમિત શાહને મોદીના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. નરેન્દ્ર મોદીને વારસાણીથી ચૂંટણી લડાવવા પાછળ અમિત શાહનું દિમાગ હોવાનું કહેવામાં આવે છે. અધ્યક્ષની રીતે તેમના સમય ગાળામાં પહેલા જ વર્ષમાં ભાજપે પાંચમાંથી ચાર વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી.

હાલ ભાજપની 16 રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તા છે(પત્ની, પુત્ર-પુત્રવધુ અને મોદી સાથે અમિત શાહ)
હાલ ભાજપની 16 રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તા છે(પત્ની, પુત્ર-પુત્રવધુ અને મોદી સાથે અમિત શાહ)

ભાજપના સૌથી સફળ અધ્યક્ષ અને સફળતાઓ

 

 

તેમના અધ્યક્ષ તરીકેના કાર્યકાળની શરૂઆતમાં જ મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં ભાજપે સત્તા મેળવી. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાં ઉપ મુખ્યપ્રધાનના પદ સાથે ભાજપ ગઠબંધન સરકારનો ભાગ બની. અમિત શાહ 24 જાન્યુઆરી, 2016ના રોજ બીજીવાર ભાજપના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પાર્ટીના પહેલા એવા નેતા છે જે સતત બીજી વાર પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ તેઓ રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે. સાંસદ તરીકે આ તેમની પહેલી જીત છે. કહેવાય છે કે રાજ્યસભાની ચૂંટણી મળીને અમિત શાહ 42  નાનીમોટી ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ એકેય વાર હાર્યા નથી. બીજીવાર અધ્યક્ષ બન્યા બાદ ભાજપે આસામમાં 2016ની ધાનસભાની ચૂંટણી જીતી પહેલી વાર પૂર્વોત્તરના રાજ્યમાં ભાજપે સરકાર બનાવી.જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની આગેવાની હેઠળ ઉત્તર પ્રદેશની વિધાનસભાની 402 સીટમાંથી 324 સીટ જીતી અને ઉત્તરાખંડમાં પણ વિક્રમસર્જક વિજય મેળવ્યો. હાલ ભાજપની 16 રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તા છે.

X
ડાબેથી અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ(રેડ સર્કલ)ડાબેથી અડવાણી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ(રેડ સર્કલ)
લગ્ન સમયે પત્ની સોનલ શાહ સાથે અમિત શાહલગ્ન સમયે પત્ની સોનલ શાહ સાથે અમિત શાહ
કેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેમણે કેશુભાઇના નજીકના લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતુંકેશુભાઇ પટેલના નેતૃત્વમાં તેમણે કેશુભાઇના નજીકના લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું
વિજય રૂપાણી અને પરસોતમ રૂપાલા સાથે શાહવિજય રૂપાણી અને પરસોતમ રૂપાલા સાથે શાહ
જમણેથી જય શાહ અને અમિત શાહ(વચ્ચે)જમણેથી જય શાહ અને અમિત શાહ(વચ્ચે)
હાલ ભાજપની 16 રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તા છે(પત્ની, પુત્ર-પુત્રવધુ અને મોદી સાથે અમિત શાહ)હાલ ભાજપની 16 રાજ્યોમાં અને કેન્દ્રમાં સત્તા છે(પત્ની, પુત્ર-પુત્રવધુ અને મોદી સાથે અમિત શાહ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App