પ્રેમ પ્રકરણમાં અમદાવાદમાં વધુ એક મર્ડર: રાતે યુવતી બાઈક પર યુવક સાથે ગઈ અને સવારે લાશ મળી

પ્લોટમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવતીની લાશ મળી- પ્રતિકાત્મક તસવીર
પ્લોટમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવતીની લાશ મળી- પ્રતિકાત્મક તસવીર
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે તપાસ શરૂ કરી

DivyaBhaskar.com

Nov 10, 2018, 12:13 PM IST

અમદાવાદ: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો સિલસિલો સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો. શહેરના જીવરાજપાર્ક પાસેના એક પ્લોટમાંથી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. આ યુવતી રાતે કોઈ યુવક સાથે બાઈક પર ગઈ હતી. વાસણા પોલીસ પ્રેમ પ્રકરણમાં હત્યા થયા હોવાની આશંકા જણાવી છે.


બોથડ પદાર્થના ઘા મારી હત્યા


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના જીવરાજપાર્ક પાસે આવેલા અમન આકાશ પાર્ટી પ્લોટની બાજૂમાં આવેલા એક પ્લોટમાંથી હીના નામની યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. યુવતીને માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. હીનાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને અન્ય સાથે અફેરના કારણે હત્યાની કર્યા હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.


ગઈકાલે વસ્ત્રાપુરમાં પણ થઈ હત્યા


વસ્ત્રાપુરના નજીકના વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમીકાના પતિને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. ન્યૂ યરના દિવસે દિલ્લુ નામનો શખ્સ પોતાના પરિવાર સાથે હતો ત્યારે રિક્ષા સવાર 6 લોકોએ ત્યાં પહોંચીને તેને છરીના ઘા મારી હત્યા કરી દીધી.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
પ્લોટમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવતીની લાશ મળી- પ્રતિકાત્મક તસવીરપ્લોટમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવતીની લાશ મળી- પ્રતિકાત્મક તસવીર
પોલીસે તપાસ શરૂ કરીપોલીસે તપાસ શરૂ કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી