અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં પતિની હત્યા, એકસાથે 6 લોકોએ ન્યૂ યરના દિવસે યુવાનને જાહેરમાં રહેંસી નાખ્યો

પ્રેમ પ્રકરણમાં યુવાનની જાહેરમાં હત્યા
પ્રેમ પ્રકરણમાં યુવાનની જાહેરમાં હત્યા
આરોપી- જીગ્નેશ
આરોપી- જીગ્નેશ
આરોપી- મેરૂ
આરોપી- મેરૂ

DivyaBhaskar.com

Nov 09, 2018, 04:58 PM IST

અમદાવાદ: અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ દિવસો- દિવસે વધી રહી છે. ત્યારે વસ્ત્રાપુરના નજીકના વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમીકાના પતિને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. ન્યૂ યરના દિવસે દિલ્લુ નામનો શખ્સ પોતાના પરિવાર સાથે હતો ત્યારે રિક્ષા સવાર 6 લોકોએ ત્યાં પહોંચીને તેને છરીના ઘા મારી હત્યા કરી દીધી.

બેસતા વર્ષની રાત્રે યુવાનને છરીઓ મારી


પ્રાપ્ત માહિતી અનુસાર એસજી હાઇવે નજીક આવેલી અંબિકા ચાલીમાં રહેતા યુવકની પત્નીને તેનો કુટુંબનો એક નજીકનો વ્યક્તિ ભગાડી ગયો હતો. યુવકને બે બાળકો અવાજે તે પત્નીને ભગાડી જનાર પાસે અવાર-નવાર ફોન કરીને પોતાની પત્ની પાછી માંગતો હતો પરંતુ આરોપી માથાભારે હોવાથી તેણે બેસતા વર્ષની રાતે પોતાના સાથીઓ સાથે આવીને પોતાને ફોન કેમ કરે છે એમ કહી છરીઓ મારી દીધી હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવકનો મોત નિપજયુ હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યાનુસાર દિલ્લુની હત્યા બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી. આમ આરોપીઓ ગભરાઈને ભાગી ગયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત દિલ્લુને સારવારઅર્થે108 મારફતે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે તેનું પીએમ કરાવીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આરોપીઓના નામ

1. ચિરાગ
2. જીગ્નેશ
3. મેરૂ
4. ગટિયો
5. ભીમો
અન્ય બે શખ્સ

X
પ્રેમ પ્રકરણમાં યુવાનની જાહેરમાં હત્યાપ્રેમ પ્રકરણમાં યુવાનની જાહેરમાં હત્યા
આરોપી- જીગ્નેશઆરોપી- જીગ્નેશ
આરોપી- મેરૂઆરોપી- મેરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી