સમજૂતિ કરાર / રાજકોટમાં 2500 એકરમાં 2500 કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે, MOU થયા

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 04:15 PM
ગ્રીનફિલ્ડ એરપોર્ટની પ્રતિકાત્મક તસવીર
ગ્રીનફિલ્ડ એરપોર્ટની પ્રતિકાત્મક તસવીર
X
ગ્રીનફિલ્ડ એરપોર્ટની પ્રતિકાત્મક તસવીરગ્રીનફિલ્ડ એરપોર્ટની પ્રતિકાત્મક તસવીર

  • 250 એકરનો ગ્રીન ઝોન અને 524 એકર સીટી સાઈડ પેસેન્જર સુવિધા માટે 
  • એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MOU 
  • એરબસ એ 320-200, બોઇંગ-બી 737-900 જેવાં વિમાનોની સુવિધા સૌરાષ્ટ્રને મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. આ સમજૂતિ કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક 2500 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે એરપોર્ટનું નિર્માણ થશે. 

 

(પોલીસને જયંતી ભાનુશાળીનું ફેક આઈડી મળ્યું, ફોટો તેમનો અને નામ-એડ્રેસ અન્યના) 

રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ અને કાર્ગો જેવી સુવિધાઓ

સમાંતર બે ટેક્સી-વે રહેશે
1.આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કીલોમીટરની સ્પીડથી ઉડી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. 
આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 
 
એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ખર્ચ કરશે
2.

2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સીટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે.
 

લ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણ માટે રૂ. 2500 કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.
 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App