તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 29 જૂનથી ગુજરાતમાં દોડશે નવી ટ્રેન, અમદાવાદને મળશે મોટો ફાયદો| Mahamana Express Will Start From 29 June In Gujarat

29 જૂનથી ગુજરાતમાં દોડશે નવી ટ્રેન, અમદાવાદને મળશે મોટો ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. આગામી 29 જૂને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા 'મહામના એક્સપ્રેસ'ને લીલીઝંડી બતાવાશે. 'મહામના એક્સપ્રેસ' નામની આ વીકલી ટ્રેન ઈન્દોર-અમદાવાદ-વેરાવળના રૂટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દોર પહોંચશે. 

 

જાણો ટાઇમિંગ અને હોલ્ટ વિશે

 

આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે  સુરેન્દ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં હોલ્ટ કરશે. આમ, રાજકોટ અને અમદાવાદને પણ ફાયદો થશે. આ વીકલી ટ્રેન મંગળવારે રાત્રે 10.25 વાગ્યે ટ્રેન ઈન્દોરથી ઉપડશે અને બુધવારે સવારે 8.25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે 8.45 કલાકે ઉપડશે અને સાંજે 5.40 કલાકે અમદાવાદ પહોંચશે. ઈન્દોર-જૂનાગઢ પૂરી-ઈન્દોર અને ઈન્દોર-હૈદરાબાદ-ઈન્દોર હમસફર એક્સપપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દોરથી શરૂ થશે. 16 કોચની આ ટ્રેનમાં 7 સ્લીપર કોચ, બે AC-III, એક AC-II અને 4 જનરલ કોટ અને બે સીટિંગ કમ લગેજ કોચ હશે.

અન્ય સમાચારો પણ છે...