Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state

માધવસિંહ@90: 33 વર્ષથી નથી તૂટ્યો સોલંકીનો 149 સીટોનો રેકોર્ડ, 22 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 01:35 PM

માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીકાળમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં

  • madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સોલંકી રાજ્યમાં મફત કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી

    અમદાવાદ: આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 90મો જન્મદિવસ છે. માધવસિંહ સોલંકીએ 1980માં 149 સીટો સાથે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો રેકોર્ડ આજદિવસ સુધી કોઈ મુખ્યમંત્રી તોડી શક્યા નથી. નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા છતાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવામાં સફળ થયાં નથી. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં ભાજપ 150ના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડતી રહી છે છતાં સફળતા હાથ લાગી નથી.


    4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા માધવસિંહ સોલંકી

    સોલંકી રાજ્યમાં મફત કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. તેઓ ગુજરાતના ચાર વાર નાથ બની ચૂક્યા છે. 1976માં પહેલીવાર, 1980માં બીજીવાર, 1985માં ત્રીજીવાર અને 1989માં ચોથીવાર ગુજરાતની ઘૂરા સંભાળી હતી.


    જાણો માધવસિંહ સોલંકી વિશે

    - માધવસિંહ સોલંકી નો જન્મ 30 જુલાઈ, 1928ના રોજ પીલુદરા ગામમાં થયો હતો
    - પીલુદરા ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે.
    તેઓ ઈ.સ. 1957માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચુંટાયા હતાં
    - રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા
    - 1975માં ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રમુખ બન્યા
    - 1976 ગુજરાતના મુખ્યમંત્રી બન્યા (24 ડિસેમ્બર, 1976થી 11 એપ્રિલ, 1977)
    - 11 એપ્રિલ, 1977ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું
    - 1980માં ગુજરાતના બીજી વાર મુખ્યમંત્રી બન્યા (6 જુન, 1980 થી 10 માર્ચ, 1985)
    - માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીકાળમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી હતી
    - માધવસિંહ સોલંકી 11 માર્ચ 1985 થી 6 જુલાઈ 1985 દરમિયાન ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા
    - 6 જુલાઈ, 1985માં માધવસિંહ સોલંકીએ મુખ્યમત્રી પદેથી રાજીનામું આપ્યું
    - ભરૂચમાં ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર ખાતરના કારખાનાનો પ્રારંભ થયો હતો
    - પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી.
    - ગુજરાત વિધાનસભામાં પાંચ વર્ષનો શાસનકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી
    - માધવસિંહ સોલંકીને ચોથી વાર ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
    - 10 ડિસેમ્બર, 1989થી 3 માર્ચ, 1990
    - અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપતાં 10 ડિસેમ્બર, 1989થી 3 માર્ચ, 1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા
    - ફેબ્રુઆરી, 1990માં આઠમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને 182માંથી 33 બેઠકો મળતાં માધવસિંહ સોલંકીએ ૩ માર્ચ, 1990ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું

  • madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    માધવસિંહ સોલંકીને આજે શુભેચ્છકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
  • madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 90મો જન્મદિવસ
  • madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    માધવસિંહ સોલંકીએ 1985માં 149 સીટો સાથે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા
  • madhavsinh solanki ex chief minister of gujarat 90th birthday 1980 gujarat assembly madhavsinh won 149 seat in state
    માધવસિંહ સોલંકીનો રેકોર્ડ આજદિવસ સુધી નરેન્દ્ર મોદી સહિત કોઈ મુખ્યમંત્રી તોડી શક્યા નથી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ