LRD પેપર લીક: ચોરના ભાઈ ઘંટીચોર, યશપાલ વેફરના પડીકામાં દિલ્હીથી પેપર સંતાડીને લાવ્યો હતો

DivyaBhaskar.com

Dec 06, 2018, 09:59 PM IST
આરોપી- યશપાલ, ઈન્દ્રવદન અને રાજેન્દ્ર
આરોપી- યશપાલ, ઈન્દ્રવદન અને રાજેન્દ્ર
દિલ્હી ગયેલા ઉમેદવારોના CCTV ફુટેજ સામે આવ્યાં
દિલ્હી ગયેલા ઉમેદવારોના CCTV ફુટેજ સામે આવ્યાં

* લોકેશન ન મળે તે માટે ગુજરાતના યુવકોને દિલ્હીની ગેંગે દોઢ કલાક અંધારામાં આમ તેમ ફેરવ્યા હતા

* દિલ્હી ગેંગે ઉમેદવારોને ખુલ્લી જગ્યા અને પતરાવાળા મકાનમાં પેપર બતાવ્યા હતા

અમદાવાદઃ લોકરક્ષક દળ ભરતી પેપરકાંડમાં સુત્રધાર યશપાલ સોલંકી પકડાયા બાદ નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. પોલીસના કહેવા મુજબ યશપાલને કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ થવાનો ન હતો પણ તેને ઈન્દ્રવદન માટે કામ કર્યું હતું. ઈન્દ્રવદન કે જે વડોદરાનો રહેવાસી છે અને દિલ્હીની પેપરલીક ગેંગ સાથે જોડાયેલો છે. ઈન્દ્રવદન ગુજરાત LRD પેપરલીક કાંડનો મુખ્ય આરોપી છે તે જ યશપાલ સહિત 30 પરીક્ષાર્થીઓને દિલ્હી મોકલ્યા હતા. ઈન્દ્રવદનના માર્ગદર્શન નીચે યશપાલ તેના મિત્રો સાથે દિલ્હીથી વેફરના પડીકામાં પેપર સંતાડી ગુજરાત લાવ્યો હતો. જે 30 જણનું ગૃપ દિલ્હી ગયું હતું તેની ગાડીઓના અરવલ્લી જિલ્લાના વાંટડા ટોલનાકા પરથી CCTV ફુટેજ પણ મળી આવ્યા છે.

ઇન્દ્રવદને પૈસા કમાવવા માટે યશપાલનો ઉપયોગ કર્યો

ઇન્દ્રવદન વડોદરાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો.ઇન્દ્રવદન પરમારે પૈસા કમાવવા માટે યશપાલનો ઉપયોગ કર્યો હતો.યશપાલને પૈસા કમાવવાની અને જવાબની લાલચ આપી દિલ્હી ખાતે જવાબ જોવા ગયેલા ગૃપ સાથે મોકલ્યો હતો અને દિલ્હીથી વડોદરા પરત આવવા ઇન્દ્રવદને જ ફલાઇટની ટીકિટ કરી આપી હતી.

દિલ્હી ગયેલા ઉમેદવારોના CCTV ફુટેજ સામે આવ્યાં

ઇન્દ્રવદને દિલ્હી મોકલેલા 30 પરીક્ષાર્થીઓના ગૃપના CCTV ફુટેજ બહાર આવ્યા છે અરવલ્લીના વાંટડા ટોલનાકાના CCTV ફુટેજના આઘારે GJ 27 AP 7245 ટાવેરા કાર 30 નવેમ્બરેની રાત્રીના 12:39 વાગ્યે પસાર થતી CCTV કેમેરામાં કેદ થઇ છે.

પેપરલીક ઘટનાક્રમનો ટૂંકસાર

યશપાલ દિલ્હીથી વેફરના પડીકામાં પેપરના જવાબ લાવ્યો, તેણે આ મનહર પટેલને આપ્યા અને મનહરે રૂપલ શર્માને મોકલ્યા હતા, ત્યારબાદ રૂપલે જવાબો વેરિફાઈ કરવા PSI ભરત બોરાણાને વોટ્સઅપ કર્યા હતા અને બોરાણાએ ભરતીબોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને મોકલ્યા ત્યારબાદ પેપર લીક થયા હોવાનું સ્વીકારી વિકાસ સહાયે પરીક્ષા રદ્દ કરી હતી.

યશપાલ સુસાઈડ કરવાનો હતો

લોકરક્ષક ભરતીનું પેપર લીક થઈ ગયું હોવાથી પરીક્ષા રદ કરાતા યશપાલ પરીક્ષા કેન્દ્ર પરથી નીકળી વડોદરા ગયો હતો. ત્યાંથી ઇન્દ્રવદનને મળ્યો હતો. રસ્તામાં ગોધરા પાસે કેનાલ આવતા તેણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો. ઉપરાંત ટ્રક નીચે આવીને પણ મરી જવાનો વિચાર કર્યો હતો. પરંતુ ઈન્દ્રવદન તેને બચાવી લેશે તેવું વિચારીને તેણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો.

ટાવર લોકેશનના આધારે યશપાલ ઝડપાયો

લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં ગઈકાલે મોડી રાતે પોલીસે આરોપી યશપાલસિંહ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસે યશપાલસિંહને મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો. યશપાલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટાવર લોકેશનના આધારે મહિસાગર તરફ આરોપી હોવાનું ધ્યાને આવતા પોલીસે મોડી રાતે તેને ઝડપી લીધો હતો.

૫૦થી વધુ વિદ્યાર્થીઓ હવે સરકારી પરીક્ષા નહીં આપી શકે

ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે જે ઉમેદવારોએ ભરતીની પરીક્ષાના જવાબો જોયા છે તે તમામ ઉમેદવારોને હવે પરીક્ષા ન આપવા દેવામાં આવે તે માટે તેઓ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષને પત્ર લખશે. દિલ્લી જઈને જવાબ જોનારા 28 ઉમેદવારો ઉપરાંત આરોપીઓએ જેટલા લોકોને જવાબો આપ્યા છે તે ઉમેદવારોની માહિતી તેમની પાસે છે ઉપરાંત હજી પણ તપાસમાં અનેક ઉમેદવારો પાસે જવાબ હોવાનું બહાર આવશે. આ તમામ ઉમેદવારો હવે સરકારી પરીક્ષા નહિ આપી શકે.

X
આરોપી- યશપાલ, ઈન્દ્રવદન અને રાજેન્દ્રઆરોપી- યશપાલ, ઈન્દ્રવદન અને રાજેન્દ્ર
દિલ્હી ગયેલા ઉમેદવારોના CCTV ફુટેજ સામે આવ્યાંદિલ્હી ગયેલા ઉમેદવારોના CCTV ફુટેજ સામે આવ્યાં
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી