LRD પેપર લીક: પોલીસને ઈન્દ્રવદનની વોટ્સએપ ચેટમાં દિલ્હીની ગેંગની કડી મળી

તેમજ ગુજરાતમાં પકડાયેલા મુખ્ય આરોપીઓનો બોસ કોણ છે?તેનો પોલીસ પાસે કોઇ જવાબ નથી

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 06:20 PM
ઈન્સેટમાં આરોપી ઈન્દ્રવદન પર
ઈન્સેટમાં આરોપી ઈન્દ્રવદન પર

* પોલીસનો દાવો છે કે પોલીસ પાસે સૌથી વધુ ટેકનિકલ એવિડન્સ છે

અમદાવાદ: પપેરલીક મુદ્દે પોલીસ હાલ પરીક્ષાર્થીઓને પકડીને તેમની પાસેથી કડીઓ મેળવી રહી છે. પરંતુ તેની પાછળની મોટી માછલીઓ સુધી પહોંચવા માટે પોલીસ હજુ કંઇ કરી શકી નથી. બીજી તરફ પોલીસ અત્યાર સુધીની તપાસમાં પ્રિન્ટિગ પ્રેસ સુધી પહોંચીને અટકી ગઈ છે. પોલીસનો દાવો છે કે, આરોપી ઇન્દ્રવદન પરમાર તેની મુખ્ય કડી સમાન છે, અને તેની વોટ્સએપ ચેટમાં દિલ્હીની ગેંગ સાથેના સંપર્કો અને કોલ વિગત પણ મળી છે.

પોલીસ બે વ્યક્તિઓના નામ કેમ છુપાવે છે?, મુખ્ય આરોપીના બોસ કોણ?

* પોલીસનો દાવો છે કે પોલીસ પાસે સૌથી વધુ ટેકનિકલ એવિડન્સ છે, આમ છતાં પોલીસ દિલ્હીના બે વ્યક્તિઓના નામ કેમ છુપાવી રહી છે? તેમજ ગુજરાતમાં પકડાયેલા મુખ્ય આરોપીઓનો બોસ કોણ છે?તેનો પોલીસ પાસે કોઇ જવાબ નથી.

(LRD પેપર લીક: DGP-ATS એસપી સહિત 140 પોલીસ કર્મીની 17 ટીમને દિલ્હીની ગેંગે હંફાવી)

* ખરેખર જો પેપર પ્રિન્ટિગ પ્રેસમાંથી લીક થયું હોય તો ગુજરાતના વચેટીયાઓ કોણ છે?, પ્રિન્ટિગ પ્રેસ માટે પરીક્ષા બોર્ડને કોણે ભલામણ કરી? અથવા કોના મારફતે પ્રિન્ટિગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી એવા તમામ પ્રશ્નો વણઉકેલ્યા છે.

* આરોપી મનહર પટેલ પણ દિલ્હીની ગેંગને જાણતો હતો. ઈન્દ્રવદને પેપર ફોડવા માટે અને દિલ્હીથી પેપર ગુજરાત લાવવા માટે યશપાલની ગરીબીને હાથો બનાવ્યો છે.

X
ઈન્સેટમાં આરોપી ઈન્દ્રવદન પરઈન્સેટમાં આરોપી ઈન્દ્રવદન પર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App