LRD પેપર લીક / LRD પેપર લીક/ દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ એક વ્યક્તિએ પેપર દિલ્હીની ગેંગને આપ્યું

પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શર્માએ પીએસઆઈ સમક્ષ પેપરની ખરાઈ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું
પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શર્માએ પીએસઆઈ સમક્ષ પેપરની ખરાઈ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

DivyaBhaskar.com

Dec 06, 2018, 01:39 PM IST

* દિલ્હીની ગેંગે ફોડેલા પેપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી
* પોલીસ પેપર ફોડનાર દિલ્હીની ગેંગ અને પેપર આપનાર વ્યક્તિને શોધી રહી છે
* નિલેશ પટેલ ઉમેદવારોને દિલ્હી લઈ ગયો હતો ત્યારે મોબાઈલ સ્વીચ ઓફ કરાવ્યા હતા

અમદાવાદ: પોલીસ લોકરક્ષક દળની ભરતીના પેપર લીકની દિલ્હીની ગેંગ અને તેમને પેપર આપનાર વ્યક્તિની તપાસ કરી રહી છે. જેમાં પોલીસને સફળતા હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાં જ કામ કરતી ગુજરાતી વ્યક્તિએ દિલ્હીની ગેંગને આપ્યું હતું. સાથે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી બહાર આવી છે.


નિલેશ પટેલ પેપર લીકમાં સામેલ


- સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિક નિલેશ પટેલ નામની વ્યક્તિ
- દક્ષિણ ભારતમાં સ્થિત એક પ્રિન્ટિંગ પ્રેસ માટે કામ કરતી વ્યક્તિ જે દિલ્હીની ગેંગ સાથે સંકળાયેલી છે
- તે નિલેશ પટેલ સાથે સંપર્કમાં હતી
- દિલ્હીની ગેંગને પ્રિન્ટિંગ પ્રેસની વ્યક્તિએ પેપર આપ્યું હતું
- 29મી નવેમ્બરની રાતે નિલેશે ગાડીમાં દિલ્હી જતા ઉમેદવારોના મોબાઈલ બંધ કરાવી દીધાં હતા
- પેપર લીક ન થાય તે માટે દિલ્હીની ગેંગે ઉમેદવારોને સાવચેત રાખ્યા
- પેપરના જવાબો સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય વ્યક્તિઓને ન આપવા કહ્યું
- હાથથી જ જવાબો લખીને આપવામાં આવ્યા હતા.

X
પરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શર્માએ પીએસઆઈ સમક્ષ પેપરની ખરાઈ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતુંપરીક્ષાની પરીક્ષાર્થી રૂપલ શર્માએ પીએસઆઈ સમક્ષ પેપરની ખરાઈ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી