LRD પેપર લીક: DGP-ATS એસપી સહિત 140 પોલીસ કર્મીની 17 ટીમને દિલ્હીની ગેંગે હંફાવી

આ ટીમે દિલ્હીની ગેંગના 2 લોકોના નામ મેળવી લીધા હોવા છતાં તેના સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 05:21 PM
ડાબેથી પોલીસ વડા શિવાનંદ ઝા અન
ડાબેથી પોલીસ વડા શિવાનંદ ઝા અન

અમદાવાદઃ લોકરક્ષક દળના પેપર લીક મામલે દિલ્હી ગેંગને શોધવા પોલીસ વડા ઝા, ગુજરાત ATS એસપી(હિમાંશુ શુક્લા), અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(દીપેન ભદ્રન) અને ગાંધીનગરના પોલીસના નેતૃત્વમાં 140 લોકોની 17 ટીમ બનાવી છે. આ ટીમ છેલ્લા પાંચ દિવસથી ત્રણ રાજ્યોમાં ફરી રહી છે. લોકેશન મળવા છતાં એક પણ આરોપી હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી.

(LRD પેપર લીક/ નાના ચિલોડા મળી LRD ઉમેદવારો દિલ્હી ગયા, ગેંગે પેપર સોલ્વ કરવા આપ્યું: પોલીસનો દાવો)

રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશમાં તપાસ

હાલ એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની કુલ 17 ટીમો(એક ટીમમાં આઠ જેટલા પોલીસકર્મી) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસના હાથે માત્ર દિલ્હી ગેંગ અને ગુડગાંવના લોકેશન અને બે લોકોના નામ મેળવી શકી છે.

તપાસમાં પોલીસ વડા સહિતના ટોચના અધિકારીઓ

રાજય પોલીસ વડા-શિવાનંદ ઝા
લોકરક્ષક ભરતી બોર્ડ અધ્યક્ષ- વિકાસ સહાય
એટીએસ એસપી (ઈન્વેસ્ટિગેશન)- હિમાંશુ શુકલા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી- દીપન ભદ્રન
ગાંધીનગર જિલ્લા પોલીસવડા- મયુર ચાવડા

એટીએસ-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ- તમામ પીઆઇ-પીએસઆઈ અને તેની સ્ક્વોડ

X
ડાબેથી પોલીસ વડા શિવાનંદ ઝા અનડાબેથી પોલીસ વડા શિવાનંદ ઝા અન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App